નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીએ પણ ફાંસી થવી મુશ્કેલ, આ છે ટળવાનું કારણ

પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું

પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું

 • Share this:
  નવી દિલ્હી : નિર્ભયા કાંડ (Nirbhaya Rape Case)ના દોષિતોને હવે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House court)નવી તારીખો જાહેર કરી છે. અતિરિક્ત સત્ર ન્યાયધીશ સતીષ કુમાર અરોડાએ મામલાના દોષિત મુકેશ કુમાર સિંહની અરજી પર શુક્રવારે ફાંસીની તારીખ આગળ વધારવાના સંબંધિત અરજી પર સુનાવણી કરી અને આ પછી નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

  ...તો શું 1 ફેબ્રુઆરીએ પણ નહીં થાય ફાંસી?
  નિર્ભયાની માતાના વકીલ જિતેન્દ્ર ઝાએ કહ્યું હતું કે હજુ મને લાગે છે કે 74 થી 75 દિવસ બીજા લાગશે. નવું ડેથ વોરંટ જાહેર તો થઈ ગયું છે પણ દોષિતોના વકીલ મામલાને વધારે ખેંચવાની ફિરાકમાં છે. એક દોષિતની ઉંમરને લઈને આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તે બાલિગ ન હતો.

  આ પણ વાંચો - નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું - મારી ચૂંટણી લડવાની વાત ખોટી

  હાયર કોર્ટ જઈ શકે છે દોષિત
  દોષિયોના વકીલે કહ્યું છે કે સંવિધાનને બાજુ પર રાખીને નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જજે જ્યુડિશિયલ માઇન્ડ અપ્લાય કર્યું નથી. હજુ લીગલ રેમિડીજ બાકી છે. મેં જજને કહ્યું હતું કે હજુ મામલો પેન્ડિંગમાં છે પણ જજે સાંભળ્યું ન હતું. હવે હું હાયર કોર્ટ જઇશ.

  શું છે મામલો?
  આ મામલો ડિસેમ્બર 2012નો છે. જ્યારે ચાલતી બસમાં 23 વર્ષની પેરામેડિકલ સ્ટૂડન્ટ્સ સાથે છ લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન બધાએ મળીને તેની સાથે ક્રુરતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો અને તેને ઈજાગ્રસ્ત અવસ્થામાં મરવા માટે રસ્તા પર ફેંકી દીધી હતી. ઘટનાના થોડા દિવસો પછી નિર્ભયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
  Published by:Ashish Goyal
  First published: