વીકે સિંહની જીભ લપસી: કહ્યું- વળતર આપવાનું છે બિસ્કિટ નથી વેચવાના

News18 Gujarati
Updated: April 3, 2018, 1:17 AM IST
વીકે સિંહની જીભ લપસી: કહ્યું- વળતર આપવાનું છે બિસ્કિટ નથી વેચવાના

  • Share this:
ઈરાકમાં માર્યા ગયેલા 38 ભારતીયોના અવશેષોને પંજાબ લાવવામાં આવી ચૂક્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ પણ બગદાદથી પાછા ફર્યા છે. સોમવારે તેઓ પણ પંજાબમાં રહ્યાં. મૃતકોના પરિવારને વળતર મળે અથવા ન મળે અને મળે તો પણ કેટલો મળે, આને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

વળતરના મુદ્દા પર પત્રકારોને જ્યારે વીકે સિંહે પૂછ્યું તો તેમને કહ્યું, "આ બિસ્કૂટ વેચવાનું કામ નથી, આ વ્યક્તિઓના જીવનનો પ્રશ્ન છે, આવી ગઈ વાત સમજમાં. હું હાલમાં જાહેરાત ક્યાંથી કરૂ, ખિસ્સામાં કોઈ પિટારો થોડો મૂકી રાખ્યો છે." તે ઉપરાંત ભારત પરત ફર્યા બાદ વી.કે. સિંહે એક હેરાન આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે જે 39 ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા તેઓ ગેરકાયદેસર રીતે ઈરાક ગયા હતા.

બીજી તરફ પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર, પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી અને વર્તમાન પેન્શન હેઠળ 20 હજાર રૂપિયા આપવામાં આવશે.ઈરાકના મોસૂલમાં આઈએસઆઈએસના હુમલામાં માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી 38 અવશેષોને સોમવારે ભારત લાવવામાં આવ્યા. અવશેષ સાથે રાજ્યમંત્રી વીકે સિંહ અમૃતસર પહોંચ્યા. અમૃતસર એરપોર્ટ પર જ મૃતકોના પરિવારોને અવશેષો સોંપી દેવામાં આવ્યા હતા.

First published: April 3, 2018, 1:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading