કોવિંદ સાથે જ નહીં, ગાંધીજી અને ઇન્દિરા સાથે પણ થઈ ચુક્યું છે ગેરવર્તન

News18 Gujarati
Updated: June 27, 2018, 5:14 PM IST
કોવિંદ સાથે જ નહીં, ગાંધીજી અને ઇન્દિરા સાથે પણ થઈ ચુક્યું છે ગેરવર્તન
ફાઇલ તસવીર

  • Share this:
પલ્લવી ઘોષ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્નીની સાથે પુરીના જગન્નાથ મંદિરમાં ગેરવર્તણૂકનો કિસ્સો બન્યો છે. પુરના જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્નીની સાથે ગેરવર્તણૂકની ઘટના બની છે. જોકે હવે આ ઘટનાને લઇને રિપોર્ટ બનાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ, પત્નીની સાથે માર્ચમાં પુરી ગયા હતા. જોકે, અધિકારીઓએ માફી માંગી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે માફીનો અસ્વીકાર કર્યો છે અને સ્પષ્ટ્રીકર માગ્યું છે.

જોકે, પુરીમાં આવી ઘટના પહેલી વખત નથી બની છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાથી અનેક ગણમાન્ય વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા. મંદિરમાં એક બોર્ડ છે જેમાં માત્ર હિન્દુઓને મંજૂરી છે. મંદિરના નિયમો પ્રમાણે માત્ર શંકરાચાર્ય તેમાં ફેરફાર કરી શકે છે. સૌથી ઉલ્લેખનીય વાત તો એ છે કે ઇન્દિરા ગાંધીને 1984માં પુરીમાં જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવા માટે રોક્યા હતા. કારણ કે તેમના લગ્ન એક પારસી સાથે થઇ છે.

માત્ર ઇન્દિરા જ નહીં મહાત્મા ગાંધીને પણ રોકવામાં આવ્યા હતા જ્યારે તે મુસ્લિમ, હરિજન અને દલિતોને મંદિરમાં લઇ ગયા હતા. ગાંધી પરિવાર સાથે સંબંધ રાખનારા રાજનેતાઓ માટે મંદિરમાં આવું થવું સામાન્ય છે. વર્ષ 1984માં, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તેમની પત્ની સોનિયા ગાંધીને કાઠમાંડુમાં પશુપતિનાત મંદિરમાં પ્રવેશ કરવાથી રોક્યા હતા. તેઓ ખ્રિસ્તી અને ઇટાલિયન હોવાથી તેમને રોકવામાં આવ્યા હતા.

ભારતે નેપાળ વિરૂદ્ધ આર્થિક નાકાબંધી કરી દીધી હતી. જોકે, પીએમઓએ સોનિયા સાથે સંકળાયેલી આ ઘટનાને નાકાબંધીને કોઇ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. 1998માં જ્યારે પાર્ટી અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યા પછી સોનિયા ગાંધી આશિર્વાદ માટે તિરુપતિ મંદિર ગયા હતા. તેમને વિઝિટર્સ બુકમાં સાઇન કરવાનું કહ્યું હતું. ત્યારે પ્રશ્ન હતો કે તેઓ હિન્દુ છે કે નહીં. ત્યારે કહ્યું હતું કે, ‘હું પોતાના પરિવારના સિદ્ધાતોનું પાલન કરું છું.’ તાજેતરમાં ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલે સોમનાથ મંદિરની મુલાકાત કરી ત્યારે વિવાદ ઊભો થયો હતો. પ્રશ્નો ઉઠાવાયા કે તેમણે બિન હિન્દુઓ માટે વિઝિટર્સ બુક પર સાઇન કેમ કરી. કોંગ્રેસ આનો અસ્વીકાર કર્યો હતો.
First published: June 27, 2018, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading