દેશનું નામ ઇન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

News18 Gujarati
Updated: May 29, 2020, 9:51 PM IST
દેશનું નામ ઇન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
દેશનું નામ ઈન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અથવા હિન્દુસ્તાન શબ્દ આપણી રાષ્ટ્રીયતા માટે ગૌરવનો ભાવ ઉત્પન કરે છે

  • Share this:
નવી દિલ્હી : સંવિધાનમાં સંશોધન કરીને ‘ઈન્ડિયા’ શબ્દની જગ્યાએ ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કરવાનો નિર્દેશ કેન્દ્રને આપવા માટે દાખલ કરેલી અરજી (Petition) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) 2 જૂને સુનાવણી કરશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અથવા હિન્દુસ્તાન શબ્દ આપણી રાષ્ટ્રીયતા માટે ગૌરવનો ભાવ ઉત્પન કરે છે.

આ અરજી પર શુક્રવારે ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેઠકની સમક્ષ સુનાવણી કરવાની હતી, પરંતુ તેને યાદીમાથી હટાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલી નોટિસ મુજબ, આ કેસની સુનાવણી હવે 2 જૂને ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ કરશે. અરજીમાં સરકારને સંવિધાનના અનુચ્છેદ 1 માં સંશોધન માટે યોગ્ય પગલું ભરતા ‘ઇન્ડિયા’ શબ્દને દુર કરીને દેશને ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કહેવામાં આવે તેવો નિર્દેશ કરવાની વિનંતી કરી છે. આ અનુચ્છેદ આ ગણરાજ્યના નામ સાથે સંબધિત છે.

આ પણ વાંચો - ઑક્ટોબર સુધી આવી શકે છે કોરોનાની દવા! Pfizerના CEOએ કહ્યું - અમારી પાસે મજબૂત સાબિતી

દેશનું નામ ભારત અથવા હિન્દુસ્તાન રાખવામાં આવે

આ અરજી દિલ્હીના એક નિવાસીએ દાખલ કરી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ સંશોધન આ દેશના નાગરિકોની, ઉપનિવેશ ભુતકાળથી મુક્તિ નિશ્ચિત કરશે. અરજીમાં 1948માં સંવિધાન સભામાં સંવિધાનના તત્કાલીન ડ્રાફ્ટના અનુચ્છેદ 1 પર કરવામાં આવેલી ચર્ચાનો હવાલો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે સમયે દેશનું નામ ભારત અથવા હિન્દુસ્તાન રાખવાની જોરશોરથી રજુઆત કરવામાં આવી હતી.

અરજી મુજબ ભલે આ અંગ્રેજી નામ બદલવું સાંકેતિક લાગતું હોય પણ આને ભારત શબ્દથી બદલવું આપણા પુર્વજોના સ્વતંત્રતા સંગ્રામને ન્યાયિક ઠેરવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ યોગ્ય સમય છે કે દેશને તેના મૂળ અને પ્રમાણિક નામ ભારતથી ઓળખવામાં આવે.
First published: May 29, 2020, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading