Home /News /national-international /ઓફિસમાં કોઈ તમારા મિત્ર નથી હોતા, પોતાનું કામ કરો, પગાર લો અને ઘરે ઉપડો: આ વાતમાં કેટલા સહમત છો તમે?

ઓફિસમાં કોઈ તમારા મિત્ર નથી હોતા, પોતાનું કામ કરો, પગાર લો અને ઘરે ઉપડો: આ વાતમાં કેટલા સહમત છો તમે?

social media post

 ભારતમાં લાખો લોકો દરરોજ ઓફિસે જાય છે અને પોતાનો લગભગ મોટા ભાગનો સમય ત્યાં પસાર કરતા હોય છે. આ દરમિયાન તેમના કલીગ સારા એવા મિત્રો બની જતાં હોય છે.

    IAS Officer Tweet Viral: ભારતમાં લાખો લોકો દરરોજ ઓફિસે જાય છે અને પોતાનો લગભગ મોટા ભાગનો સમય ત્યાં પસાર કરતા હોય છે. આ દરમિયાન તેમના કલીગ સારા એવા મિત્રો બની જતાં હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે, જે પોતાના કામથી કામ મતલબ રાખતા હોય છે. જો કે અમુક લોકોનો અનુભવ ખૂબ જ ખરાબ હોય છે, તેના કારણે તેઓ ઓફિસમાં એકલા રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર એક કોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને આઈએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. આ કોટને શેર કરતા તેમણે પુછ્યું કે, શું તમે આ વાત સાથે સહમત છો?

    આ પણ વાંચો: હું તમને પ્રેમ કરું છું બાબુ, સ્વર્ગમાં મળીશ..; ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી પ્રેમીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

    આઈએએસ અધિકારીએ શેર કરી આ પોસ્ટ


    આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાની ટ્વિટમાં જે ઈંગ્લિશ કોટ શેર કર્યો છે તે આવો છે, જેમાં લખ્યું છે કે 'Not Everyone At Your Workplace Is Your Friend... Do Your Job, Get Paid... Go Home...'એટલે કે, આપની ઓફિસમાં સૌ કોઈ આપના મિત્ર નથી હોતા, પોતાનું કામ કરો, સેલરી લો અને ઘરે ઉપડો. આ કોટની તસ્વીર શેર કરતા અધિકારીએ કેપ્શનમાં લખ્યું છે કે, આપ આ વાત સાથે સહમત છો કે નહીં. થોડી વારમાં જ આ કોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને કેટલાય લોકોએ તેમાં સહમતી દર્શાવી હતી. આ પોસ્ટને વાંચ્યા બાદ મોટા ભાગના લોકો તેને સમર્થન આપી રહ્યા છે.



    આ પોસ્ટ વાંચ્યા બાદ એક યુઝર્સે લખ્યું કે, હું સહમત નથી, કારણ કે ઓફિસ આપણું બીજૂ ઘર હોય છે. આ વાત પર જવાબ આપતા એક યુઝર્સ લખે છે કે, મારી નોકરીના શરુઆતના વર્ષોમાં મારા અમુક દોસ્તો હતા. છેલ્લા 18 વર્ષથી ઓફિસમાં મારા કોઈ મિત્ર નથી. એક ત્રીજા યુવકે લખ્યું કે, સહમતી છે સર, કારણ કે સહકર્મીઓ વચ્ચે પ્રેમ, સહયોગ અને સ્નેહની ભાવના તો હોય જ છે. પરિસ્થિતિ અનુરુપ સ્પર્ધા, હરીફાઈ, ઈર્ષ્યા, વ્યંગ્ય, નિંદા, ચુંગલી જેવા તત્વો પણ હોય છે. એક અન્ય યુઝર્સે લખ્યું કે, નહીં, સામાજિક સંસ્થાઓને આપણા દ્વારા સામાજિક બનાવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Social media

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन