પોતાની સુરક્ષા ઉપર બોલ્યા મોદીઃ ‘હું સમ્રાટ નથી, જનતા પ્રેમને અવગણી ન શકું’

News18 Gujarati
Updated: July 3, 2018, 5:09 PM IST
પોતાની સુરક્ષા ઉપર બોલ્યા મોદીઃ ‘હું સમ્રાટ નથી, જનતા પ્રેમને અવગણી ન શકું’
ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સુરક્ષા વ્યવસ્થાને લઇને ખુલીને વાત કરી છે. મોદીએ કહ્યું કે, તેઓ કોઇ સમ્રાટ અથવા તો દંભી શાસક નથી, જે લોકોથી દૂર રહે. લોકો સાથે સંવાદ કરવાતી તેમણે તાકાત મળે છે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સુરક્ષા વ્યવસ્થાને લઇને ખુલીને વાત કરી છે. મોદીએ કહ્યું કે, તેઓ કોઇ સમ્રાટ અથવા તો દંભી શાસક નથી, જે લોકોથી દૂર રહે. લોકો સાથે સંવાદ કરવાતી તેમણે તાકાત મળે છે. સ્વરાજ્ય મેગેજીનને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રોડ શો દરમિયાન પોતાની સુરક્ષા વિશે શુભચિંતકોના મનમાં ઉઠેલી આશંકાઓ સાથે સંકળાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું જ્યારે હું યાત્રા કરી રહ્યો હોવ છું ત્યારે દરેક સમાજ, દરેક ઉંમરના અને દરેક ક્ષેત્રના લોકો રસ્તા ઉપર મારા અભિનંદન અને સ્વાગત કરતા જોવું છું. ત્યારે હું મારી કારમાં બેસી ન રહી શકું. તેમના સ્નેહને અવગણી ન શકું. એટલા માટે હું બહાર આવું છું. લોકો સાથે જેટલી વાત કરી શકું છું એટલી વાત કરું છું.

2014માં બાદ સતત મળી રહ્યો છે જનતાનો આશિર્વાદ

મોદીએ કહ્યું કે, 2014 બાદ સતત આખા દેશમાં અમને જનાતોનો આશિર્વાદ મળે છે. એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં અમને ઐતિહાસિક રીતે જનાદેશ મળે છે. એટલા માટે અમે સહમત છીએ કે જનતા પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે.

દેશ હિત માટે 1977 અને 1989ના ગઠબંધન

મહાગઠબંધન ઉપર પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, આજના સમયમાં મહાગઠંબધનની તુલના 1977 અને 1989 સાથે કરવી યોગ્ય નતી. 1977માં ગઠબંધનનો હેતું લોકતંત્રની રક્ષા કરવાનો હતો. જે કટોકટી સમયે સંકટમાં પડી ગઈ હતી. 1989માં બોફોર્સના રેકોર્ડ તોડ કૌભાંડએ આખા દેશને હચમચાવી દીધો તો. આજે આ ગઠબંધનનો હેતું રાષ્ટ્રહિત નહીં પરંતુ સત્તાની રાજનીતિ અને અંગત હિત છે. મને હટાવવા સિવાય તેમની એમની પાસે કોઇ મુદ્દો નથી.

વડાપ્રધાન બનવાની દોડ લાગી છેપીએમ મોદીએ કહ્યું કે, દેશણાં મહાગઠબંધન જેવું કંઇ જ નથી. માત્ર વડાપ્રધાન બનાવની દોડ લાગી છે. રાહુલ ગાંધી કહે છે કે, તેઓ વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. જ્યારે મમતા બેનરજી તેમનાથી રાજી નથી. મમતા વડાપ્રધાન બનવા માગે છે. જેનાથી લેફ્ટને વાંધો છે. સમાજવાદી પાર્ટીને લાગે છે કે બીજા કોઇ નેતાથી વધારે તેમના નેતા વડાપ્રદાન પદ હકદાર છે.
First published: July 3, 2018, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading