નાસ્ત્રેદમસની પુણ્યતિથિ: શું તેમણે ખરેખર કોવિડ-19 અંગે ભવિષ્યવાણી કરી હતી?
તસવીર: Shutterstock
Nostradamus Death Anniversary: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કોવિડ-19 મહામારી અંગે ભવિષ્યવાણી કરી હતી.
નવી દિલ્હી: 16મી સદીના ફ્રેંચ એસ્ટ્રોલોજર, ફિઝિશિયન અને ભવિષ્યવાણી કરનાર નાસ્ત્રેદમસનું આખુ નામ માઈકલ દે નાસ્ત્રેદમસ (Michel de Nostradamu) છે. 1 અથવા 2 જુલાઈ, 1566ના રોજ તેમણે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કર્યા બાદ તેમનું મૃત્યું (Nostradamus Death Anniversary)થયું. માનવામાં આવે છે કે તેમની પાસે અલૌકિક ક્ષમતા હતી અને તેઓ રહસ્યમયી બાબતોનો અભ્યાસ કરતા હતા. તેમના પુસ્તક ‘ધ પ્રોફેસીઝ/ લેસ પ્રોફેટીસ’ (The Prophecies/ Les Prophéties) ભવિષ્યવાણીઓનો સંગ્રહ છે. નાસ્ત્રેદમસ સામાન્ય રીતે કુદરતી આપત્તિઓ, ભૂકંપ, યુદ્ધ, પૂર, દુષ્કાળ અંગે ભવિષ્યવાણી કરતા હતા.
નાસ્ત્રેદમસની પુણ્યતિથિના દિવસે તેમણે કરેલી ભવિષ્યવાણી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કોવિડ-19 મહામારી અંગે ભવિષ્યવાણી કરી હતી. ફેસબુક યુઝર નાસ્ત્રેદમસના પુસ્તકને સોર્સ ગણાવીને કેટલીક માહિતી શેર કરી રહ્યા છે, તે અહીં જણાવવામાં આવી છે.
એક ટ્વિન યર (2020)માં એક ક્વીન(કોરોના)નો ઉદય થશે. જે પૂર્વ દિશા(ચીન)માંથી આવશે અને રાતના અંધારામાં 7 પહાડોવાળા દેશ(ઈટલી)માં પ્લેગ (વાયરસ) ફેલાવશે. દુનિયાને નષ્ટ કરવા માટે પુરુષોને ધૂળ (મૃત્યુ)માં ફેરવી દેશે, ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થાનો અંત થશે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
રોયટર્સના રિપોર્ટ અનુસાર ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ફ્રેંચ સ્ટડી અને ઈતિહાસના પ્રોફેસર સ્ટીફેન ગર્સને જણાવ્યું કે જે પણ પોસ્ટ વાયરલ થઈ રહી છે, તે નાસ્ત્રેદમસની ભવિષ્યમાણીમાંથી નથી લેવામાં આવી અને તેના પૂર્વાનુમાન પરથી પણ નથી બનાવવામાં આવી. વાયરલ ટેસ્ક્ટ નાસ્ત્રેદમસના 942 કાવ્ય સંગ્રહ (કવિતાની 4 લાઈન)નું અનુસરણ કરતું નથી. કીવર્ડ સાથે ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેમના કોઈપણ પુસ્તક સાથે આ વાયરલ ટેક્સ્ટ મેચ થતા નહોતા.
ગર્સનના પુસ્તક Nostradamus: How an Obscure Renaissance Astrologer Became the Modern Prophet of Doomમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભવિષ્યવાણી ખૂબ જ રહસ્યમયી હોય છે, કેવી રીતે કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ બાબત અંગે સંકેત આપવાની ક્ષમતા રહેલી હોય છે. તેમના અનિશ્ચિત સ્વભાવને કારણે જ્યારે કોઈ ઘટના ઘટી જાય છે, ત્યારે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને ફેલાવવી વધુ સરળ બને છે.
નાસ્ત્રેદમસના ભવિષ્યવાણી અંગેના લેખનમાં અસ્પષ્ટતા, તિથિઓ અને સમયની યોગ્ય જાણ ન હોવાના કારણે તેમની ભવિષ્યવાણી અધિક અસામયિક હોવાનું જાણવા મળે છે. તેમની ભવિષ્યવાણીમાં પ્લેગ અંગે 35 સંદર્ભ આપવામાં આવ્યા હતા, કારણ કે તેમના સમય (16 મી સદી)માં યુરોપમાં પ્લેગ એક સામાન્ય બીમારી હતી.
" isDesktop="true" id="1110288" >
મૂળ રૂપે કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક અને વિનાશકારી ઘટનાઓને રોકવા માટે તેના ઉપાયને શોધવા માટેના પ્રયાસ કરવા માટેની લોકોમાં ઈચ્છા હોવી તે એક સામાન્ય બાબત છે, પરંતુ તે ઘણીવાર જોખમ ઊભુ કરે છે. આ સમયમાં નાસ્ત્રેદમસની ખોટી ભવિષ્યવાણી લોકોમાં ફેલાય તે એક સામાન્ય બાબત છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં નાસ્ત્રેદમસની કોવિડ-19 અંગેની ભવિષ્યવાણી કરતો દાવો ખોટો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર