Home /News /national-international /Corona Vaccine: રસીકરણ બાદ 23 લોકોનાં મોત, નૉર્વેએ આખી દુનિયાને આપી ચેતવણી

Corona Vaccine: રસીકરણ બાદ 23 લોકોનાં મોત, નૉર્વેએ આખી દુનિયાને આપી ચેતવણી

નૉર્વેમાં રસીકરણ બાદ મોત.

Norway Coronavirus: નૉર્વે તરફથી દાવો કરવામાં આવ્યો છે કે વેક્સીન લગાવ્યા બાદ 23 લોકોનાં મોત થયા છે. આ મોત અંગે ફાઇઝરનું કહેવું છે કે અત્યારસુધીની ઘટનાઓની સંખ્યા ખતરનાક નથી.

નૉર્વે: દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણ (Coronavirus)ને રોકવા માટે હાલ રસીકરણ (Corona vaccination) ચાલી રહ્યું છે. આ દરમિયાન નૉર્વે (Norway) તરફથી દાવો કરવામાં આવ્યો છે કે વેક્સીન આપ્યા બાદ 23 લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે નૉર્વેમાં અમેરિકામાં બનેલી ફાઇઝર (Pfizer) વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે. નૉર્વેએ દાવો કર્યો છે કે રસીકરણ બાદ મોતને ભેટેલા લોકો વયસ્ક હતા. હાલ દેશમાં 33 હજાર લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ (Corona vaccine dose) આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રસીનો ડોઝ આપ્યા બાદ નોર્વેમાં જે મોત થયા છે તેમની ઉંમર 80 વર્ષથી ઉપર છે, અમુક લોકોની ઉંમર 90 વર્ષથી વધારે છે.

ગત વર્ષે 26મી ડિસેમ્બરથી નૉર્વેમાં રસીકરણ શરૂ થયું હતું. નૉર્વે સરકારે કહ્યું છે કે વેક્સીન વૃદ્ધો અને પહેલાથી બીમાર હોય તેવા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નૉર્વેઝિયન મેડિસિન એજન્સીના જણાવ્યા પ્રમાણે 23 મોતમાંથી 13ની ઑટોપ્સી કરી દેવામાં આવી છે, જેના પરિણામોમાં સાબિત થયું છે કે વેક્સીનની સામાન્ય આડ અસર બીમાર અને વૃદ્ધો પર ગંભીર અસર કરી હતી.

ગંભીર બીમાર લોકોમાં આડ અસરના ગંભીર પરિણામ

નૉર્વેઝિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થે કહ્યુ છે કે, "ગંભીર બીમાર લોકો માટે સામાન્ય આડઅસર પણ ગંભીર પરિણામ આપી શકે છે. જેમનું જીવન ઓછું બચ્યું છે તેમના પર વેક્સીનનો લાભ કંઈ ખાસ ન જોવા મળી શકે છે."

આ પણ વાંચો: Corona vaccine for Children: બાળકો માટે કોરોના વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે?

નૉર્વેએ કહ્યુ છે કે આ ભલામણનો અર્થ એવો નથી કે યુવા અને તંદુરસ્ત લોકોએ રસી ન લેવી જોઈએ. જોકે, આ વાત પરથી એ વાત સાબિત થાય છે કે કોઈ પણ દેશે આ ગંભીરતા પર નજર રાખવી પડશે. યૂરોપીયન મેડિસિન એજન્સીના પ્રમુખ એમર કુકે કહ્યુ કે કોવિડ વેક્સીનની સુરક્ષા પર નજર રાખવી પડશે.

આ પણ જુઓ-
" isDesktop="true" id="1064196" >

સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે Pfizer તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "Pfizer અને BioNTech નૉર્વેમાં મોતની તપાસ માટે ત્યાંથી એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. તપાસમાં માલુમ પડ્યું છે કે અત્યારસુધીની ઘટનાઓની સંખ્યા ખતરનાક નથી."
First published:

Tags: Corona vaccine, Coronavirus, Pfizer, US

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો