Home /News /national-international /સાવધાન!: 'મુસાફિર હૂં યારોં'ના વીડિયો પર રેલવેએ સોનુ સૂદને ઠપકો આપ્યો, કહ્યું- પ્લીઝ આવું ન કરો, કારણ કે...
સાવધાન!: 'મુસાફિર હૂં યારોં'ના વીડિયો પર રેલવેએ સોનુ સૂદને ઠપકો આપ્યો, કહ્યું- પ્લીઝ આવું ન કરો, કારણ કે...
રેલવેએ સોનુ સૂદને આપ્યો ઠપકો
Sonu Sood Viral Video: ઉત્તર રેલવેએ અભિનેતા સોનુ સૂદને ટ્રેનમાં મુસાફરીને લઈને ઠપકો આપ્યો છે. સોનુ સૂદને ભારતના લોકો માટે રોલ મોડલ ગણાવતા નોર્થન રેલવે એટલે કે ઉત્તર રેલવેએ કહ્યું કે, તેમના વીડિયોથી દેશને ખોટો સંદેશ જશે.
નવી દિલ્હીઃ 'મુસાફિર હૂં યારોં'નો વીડિયો, કે જેના પર સોશિયલ મીડિયા યુઝર્સે બોલિવૂડ એક્ટર સોનુ સૂદની(Bollywood actor Sonu Sood)રિયલ હીરો તરીકે પ્રશંસા કરી હતી, તે જ વીડિયો પર રેલવેએ સોનુ સૂદને (Sonu Sood Train Video) ઠપકો આપ્યો છે. જણાવ દઈએ કે, ઉત્તર રેલવેએ (Northern Railway) બુધવારે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને ટ્રેનના દરવાજા પાસેથી બેસીને મુસાફરી કરવા બદલ ઠપકો આપ્યો હતો અને તેને 'ખતરનાક' પણ ગણાવ્યું હતું.
સોનુ સૂદને ભારતના લોકો માટે રોલ મોડલ ગણાવતા નોર્થન રેલવે એટલે કે ઉત્તર રેલવેએ કહ્યું કે, તેમના વીડિયોને કારણે દેશને ખોટો સંદેશ જશે. ઉત્તર રેલવેએ ટ્વીટ કર્યું કે, 'પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે. મહેરબાની કરીને આવું ન કરો. સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો.
ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ એક્ટર સોનુ સૂદે 13 ડિસેમ્બરે ટ્રેનની મુસાફરીનો એક વીડિયો અપલોડ કર્યા બાદ કરવામાં આવ્યું છે, જેમાં તે ટ્રેનના દરવાજા પર બેસીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં સોનુ ટ્રેનના દરવાજા પર બેસીને બહાર જોતા જોવા મળે છે. આ વીડિયોમાં સોનુ બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે સોનુએ કેપ્શનમાં લખ્યું કે 'મુસાફિર હું યારોં' અને આ જ ગીત વીડિયોના બેકગ્રાઉન્ડમાં પણ વાગે છે.
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
મુંબઈ રેલ્વે પોલીસ કમિશનરેટે પણ સોનુ સૂદને ચેતવણી આપી હતી, તેને ખતરનાક ગણાવી હતી અને તેને વાસ્તવિક જીવનમાં આવા સ્ટંટ ન કરવા જણાવ્યું હતું. GRP મુંબઈએ ટ્વિટ કર્યું હતું કે, 'સોનુ સૂદ ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરવી એ ફિલ્મોમાં 'મનોરંજન'નું સાધન હોઈ શકે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં નહીં! ચાલો તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરીએ અને બધા માટે 'હેપ્પી ન્યૂ યર'ની ખાતરી કરીએ.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર