Home /News /national-international /Weather Update: આખું ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપેટમાં, ગાઢ ધુમ્મસ છવાયું

Weather Update: આખું ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપેટમાં, ગાઢ ધુમ્મસ છવાયું

Weather Forecast: ભારતીય હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં 27-28 ડિસેમ્બરના દિવસો ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસના રહેવાના છે. જ્યારે શીત લહેર આગળ પણ ચાલુ જ રહેશે.

Weather Forecast: ભારતીય હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં 27-28 ડિસેમ્બરના દિવસો ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસના રહેવાના છે. જ્યારે શીત લહેર આગળ પણ ચાલુ જ રહેશે.

નવી દિલ્હીઃ ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ પણ ચાલુ રહેવાની શક્યતા છે. જો કે આ પછી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 28 ડિસેમ્બરની સવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસમાં ઘટાડો થશે. જ્યારે ઠંડીનું મોજુ યથાવત રહેવાની શક્યતા છે. દિલ્હીમાં શીત લહેર ચાલુ રહેવાને કારણે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જ્યાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચોઃ દેશભરની હોસ્પિટલોમાં આજે મોક ડ્રીલ, IMAએ કહ્યું દરેક અછત પૂરી કરાશે

દરમિયાન, છેલ્લા 24 કલાકમાં પંજાબ અને હરિયાણામાં લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, એમ IMDએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું. સોમવારે સવારે પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ-અલગ સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હળવા પવન અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં વધુ ભેજને કારણે, આગામી 48 કલાક દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી અને તે પછી તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે.



પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની પણ આગાહી કરવામાં આવી નથી અને તેમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. જ્યારે 29 અને 30 ડિસેમ્બરે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. IMD એ પણ આગામી થોડા દિવસો દરમિયાન તમિલનાડુ અને કેરળ સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
First published:

Tags: Cold Wave, India Weather Updates, Weather forecast

विज्ञापन