ઉત્તર કોરિયાના કિમ જોંગ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે થઈ મુલાકાત

ઉત્તર કોરિયાથી ભાગીને બીજા દેશોમાં શરણ લેનાર લોકોનું કહેવું છે કે કિમનું જીવન ખૂબ જ ભવ્ય છે. તેમની પાસે સુપર યાટ, દ્રીપ, રિસોર્ટ છે. જેમાં તે પાર્ટી કરે છે. અને તેમના વફાદારોને અહીં તમામ લાભો મળે છે.

 • Share this:
  તમામ અટકળોનો અંત આવ્યો છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ચીનના પ્રવાસે ગયા છે. સરકારી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે કિમે ચીનના વડાપ્રધાન શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે. વર્ષ 2011માં સત્તામાં આવ્યા બાદ કિમ જોંગનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.

  ચીનની સરકારી ટીવી ચેનલે બંને નેતાઓ વચ્ચેની મુલાકાતની તસવીરો બતાવી છે. આ તસવીરમાં કિમ જોંગ ઉન, તેની પત્ની રી સોલ જૂ, શી જિનપિંગ અને બીજા અધિકારીઓ નજરે પડી રહ્યા છે. કિમ જોંગ 25થી 28 માર્ચ સુધી ચીનના પ્રવાસે છે. કિમ જોંગ એક ખાસ ટ્રેનથી બેઇજિંગ પહોંચ્યા હતા.

  ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓ વચ્ચેની વાતચીત સફળ રહી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે વાતચીત પહેલા કિમ જોંગની આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે કિમે પરમાણુ પ્રસાર રોકવાનો સંકલ્પ લીધો છે. આના બદલામાં ચીને ઉત્તર કોરિયા સાથે સંબંધ મજબૂત કરવાનું વચન આપ્યું છે.

  કહેવામાં આવી રહ્યું છે કે બેઇજિંગ અને પ્યોંગયાંગ વચ્ચે સંબંધ સુધારવાના ઇરાદાથી કિમ જોંગ ચીનના પ્રવાસે ગયા હતા. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ ઉપર ચીનના સમર્થનને લઈને બંને દેશ વચ્ચે વર્ષોથી મધુર સંબંધોમાં તણાવ આવી ગયો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને પોતાના દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું હતું.

  આ પહેલા કિમ જોંગના પિતા પણ પ્રાઇવેટ ટ્રેનથી જ ચીન અને રશિયાના પ્રવાસે ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ સુરક્ષાના કારણથી વિદેશ યાત્રા વખતે પ્લેનમાં નથી જતા
  Published by:Vinod Zankhaliya
  First published: