બરફથી ઢંકાયેલા પહાડો પર ઘોડેસવારી કરતાં જોવા મળ્યા કિમ જોંગ, તસવીરો Viral

નોર્થ કોરિયાની સેનામાં ચો વાઇસ માર્શલ છે. અને પ્રસિદ્ધ ફાયરિંગ સ્ક્વૈડ બનાવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. આ સ્ક્વૈડ એન્ટી એરકાફ્ટ ગનથી દુશ્મનને બાંધીને ઉડાવવામાં એક્સપર્ટ છે.

નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની આ તસવીરો કોઈ મોટા નિર્ણયની આહટ છે!

 • Share this:
  ગયાંગ : દુનિયાભરને પોતાના પરમાણુ પરિક્ષણોથી ચોંકાવનારા ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong-un)નો હાલના દિવસોમાં અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. તેઓ બરફથી ઢંકાયેલા પહાડોમાં ઘોડેસવારી કરતાં જોવા મળી રહ્યા છે. તેમની કેટલીક તસવીરો ઉત્તર કોરિયાની સ્ટેટ એજન્સીએ બુધવારે જાહેર કરી છે. તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

  ઉત્તર કોરિયાની કોરિયાન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ તસવીરોને જાહેર કરતાં કહ્યું કે, કિમ જોંગ ઉને આ સપ્તાહ ઉત્તર કોરિયાના ઐતિહાસિક બએકદૂ પર્વત (Paektu Mountain)નો પ્રવાસ કર્યો. ઉત્તર કોરિયામાં આ પર્વત ખૂબ જાણીતો છે અને તેનો એક રાજકીય ઈતિહાસ પણ છે.

  નૉર્થ કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ આ તસવીરો જાહેર કરી છે.


  આ પહાડીનો એક રાજકીય ઈતિહાસ

  રિપોર્ટ મુજબ, કિમ જોંગે સફેદ ઘોડા પર બેસીને પહાડો પર વર્ષની પહેલી બરફવર્ષાનો આનંદ લીધો. આ પહાડનો એક રાજકીય ઈતિહાસ રચ્યો છે. અહીં કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-ઇલનો જન્મ થયો હતો. જેઓએ ઉત્તર કોરિયામાં અલગ રાજનીતિની શરૂઆત કરી હતી.

  આ પહાડીની પાસે કિમ જોંગ-ઉનના પિતા કિમ જોંગ ઇલનો જન્મ થયો હતો.


  કિમ મોટો નિર્ણય લેતાં પહેલા કરે છે આ પહાડનો પ્રવાસ

  કિમનો આ પહાડ પર ત્રીજો પ્રવાસ હતો. કોરિયન જાણકારીનું કહેવું છે કે કિમ જોંગ જ્યારે કોઈ મોટો નિર્ણય લે છે તો તેઓ તે પહેલા આ સ્થળનો પ્રવાસ ચોક્કસ કરે છે. આ પહેલા ડિસેમ્બર 2017માં કિમે આ પહાડનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ કિમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

  આ પણ વાંચો,

  દરિયાકાંઠે જોવા મળ્યું આ અજાયબ જાનવર! લોકો કહી રહ્યા છે Alien
  સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું - ભારત આગામી યુદ્ધ સ્વદેશી હથિયારોથી લડીને જીતશે
  Published by:Mrunal Bhojak
  First published: