કિમ જોંગે રોક્યા બધા ન્યૂક્લિયર ટેસ્ટ, ટ્રમ્પે કરી પ્રસંશા

 • Share this:
  ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને મોટો નિર્ણય લીધો છે. કિમ જોંગે પોતાના ન્યૂક્લિયર અને બેલિસ્ટિક મિસાઇલોના પરીક્ષણ રોકવા માટેનો નિર્ણય કર્યો છે.

  નોર્થ કોરિયાની ઓફિસીયલ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ન્યૂક્લિયર અને મિસાઇલોનો ટેસ્ટ શનિવારથી રોકી દેવામાં આવ્યું છે. એટલે નોર્થ કોરિયા પોતાને ત્યાં થનારા દરેક ન્યૂક્લિયર ટેસ્ટ પ્રોગ્રામ્સ રોકી દેવાના છે.

  કિમ જોંગ ઉને આ નિર્ણય દેશહિતમાં લીધો છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે તેમના આ પગલાની પાછળ દેશની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ફોકસ કરવાનો વિચાર છે. તેમનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમણે આ જાહેરાત એવી સ્થિતિમાં કરી છે જ્યારે તે થોડા દિવસો પછી સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે એક સમિટમાં મળવાના છે.

  ટ્રમ્પે આ જાહેરાત આવકારી
  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના આ નિર્ણયની પ્રસંશા કરી છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, "નોર્થ કોરિયા ન્યૂક્લિયર ટેસ્ટને રોકવા માટે માની ગયા છે. આ નોર્થ કોરિયા અને દુનિયા માટે ઘણી સારી ખબર છે."

  કિમ જોંગ છેલ્લા થોડા સમયથી દુનિયાના બીજા દેશો સાથે સંબંધો સુધારવાના પ્રયત્ન કરી રહ્યાં છે. આ કડીમાં તેમણે 2011માં સત્તા સંભાળ્યાં પછી થોડા સમય પહેલા જ તેમણે પહેલીવાર ચીનનો વિદેશ પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શ્રી જીનપિંગ સાથે મુલાકાત કરી હતી. જે પછી ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ રશિયાનો પ્રવાસ કર્યો હતો.

  જ્યારે કિમ જોંગની મુલાકાત સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે થવાની છે તે પહેલા જ કિમ જોંગ તેમણે પોતાના વિવાદિત ન્યૂક્લિયર કાર્યક્રમોને રોકી દીધા છે. કિમનો આ નિર્ણય આખી દુનિયા માટે રાહતની ખબર છે. ખાસ કરીને અમેરિકા માટે આ મોટી ખબર છે કારણ કે કિમ જાહેરમાં ટ્રમ્પને યુદ્ધનો પડકાર આપે છે.
  Published by:Kaushal Pancholi
  First published: