Home /News /national-international /નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે ફરી કર્યું મિસાઇલ પરીક્ષણ

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે ફરી કર્યું મિસાઇલ પરીક્ષણ

નોર્થ કોરિયાની આર્મી પરેડ દરમિયાનની ફાઇલ તસવીર

    અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બીજી મુલાકાતના બે મહિના બાદ નોર્થ કોરિયાએ શનિવારે શોર્ટ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યુ. સાઉથ કોરિયાના સ્ટાફ ચીફ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાએ સાઉથવેસ્ટર્ન વોનસાનથી પૂર્વ ક્ષેત્ર તરફથી અને સ્થાનિક સમયાનુસાર 9.06 મિનિટે મિસાઇલ છોડી. એક અંદાજ મુજબ આ પરિક્ષણથી અમેરિકાના કોરિયન પેન્નિનસુલામાં શાંતિની પહેલને ધક્કો લાગ્યો છે.

    કોરિયન ન્યૂઝ એજન્સી યોનહેપના રિપોર્ટ અનુસાર, કિમ જોંગ-ઉનના આ મિસાઇલ પરિક્ષણને અમેરિકાએ ગંભીરતાથી લીધું છે. અમેરિકા અને સાઉથ કોરિયા સહયોગી રીતે તેની સમીક્ષા કરી રહ્યા છે. કિમ ગત મહિને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા ગયા હતા. તે સમયે રશિયા તરફથી આર્થિક મદદનો ભરોસો અપાવ્યો હતો.

    12 જૂન, 2018ના ટ્રમ્પ સાથે પહેલીવાર ઐતિહાસિક મુલાકાત બાદ નોર્થ કોરિયાએ કોઇ બેલાસ્ટિક મિસાઇલ-પરમાણુ પરિક્ષણ નથી કર્યુ. આ અગાઉ કિમ જોંગ હાઇડ્રોજન સહિત 6 પરમાણુ પરિક્ષણ કરી ચૂક્યા હતા. ત્યારબાદ પ્રેસિડન્ટ ટ્રમ્પ અને કિમ જોંગની વચ્ચે 28 ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં મળેલી બીજી સમિટ નિષ્ફળ રહી હતી. જો કે, બંને દેશોની વચ્ચે હથિયારોની સ્પર્ધા ખતમ કરવાને લઇને વાતચીતનો દોર યથાવત છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Donald trump, Meeting, North korea, અમેરિકા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन