Home /News /national-international /ભૂખમરાની આરે છે ઉત્તર કોરિયા, કિમ જોંગ બોલ્યા- જીવતા રહેવું હોય તો 2025 સુધી ઓછું ખાઓ!
ભૂખમરાની આરે છે ઉત્તર કોરિયા, કિમ જોંગ બોલ્યા- જીવતા રહેવું હોય તો 2025 સુધી ઓછું ખાઓ!
કિમ જોંગે હાલમાં જ પોતાનું ઘણું વજન ઘટાડી નાખ્યું છે. (AP)
ઉત્તર કોરિયા (North Korea)માં સપ્લાયની ઊણપના કારણે ખાવા-પીવાની વસ્તુઓની કિંમત (Food Crisis) બહુ વધી ગઈ છે. હાલ એ છે કે, ઉત્તર કોરિયાના લોકોની ડિમાન્ડ પૂરી નથી થઈ રહી. કિમ જોંગ ઉને (North Korean leader Kim Jong Un) પોતાના આ તુઘલકી આદેશ અનુસાર ઉત્તર કોરિયાની આ ખાદ્ય કટોકટીને ઓછી કરવા માગે છે.
પ્યોંગયાંગ. ઉત્તર કોરિયા (North Korea)માં બેરોજગારી અને ભૂખમરાનું સંકટ વધી રહ્યું છે. લોકો પેટ ભરીને ખાવા (Food Crisis) માટે તરસી રહ્યા છે. આ વચ્ચે ઉત્તર કોરિયાની પ્રજાની મદદ કરવાના બદલે તાનાશાહ કિમ જોંગ ઉને (North Korean leader Kim Jong Un) વિચિત્ર ફરમાન જારી કર્યું છે. કિમ જોંગ ઉને પ્રજાને આદેશ આપ્યો છે કે, લોકો 2025ની સાલ સુધી ઓછું ખાય.
કિમ જોંગ ઉને ખાદ્ય સંકટ માટે કેટલાક કારણો જણાવ્યા હતા. જોંગએ કહ્યું હતું કે, લોકોનું ખાદ્યનું સંકટ ચિંતાજનક થઈ ગયું છે, કેમ કે કૃષિ ક્ષેત્ર ખાદ્યના ઉત્પાદનની યોજનામાં નિષ્ફળ નીવડ્યું છે. એક સૂત્રએ રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા કહ્યું કે, બે અઠવાડિયા પહેલા કિમે કહ્યું હતું કે, અનાજનું આ સંકટ 2025ની સાલ સુધી ચાલી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે ફરી શરૂ થયેલો વેપાર વર્ષ 2025 પહેલા સમાપ્ત થાય તેવું લાગતું નથી.
હાલના આર્થિક સંકટને 1990ના દુકાળ અને આપત્તિના સમયગાળા સાથે જોડવામાં આવી રહ્યું છે. એકચ્યુલી, સોવિયત સંઘના પતન બાદ દુકાળ દરમિયાન નાગરિકોને એકજૂટ કરવા માટે અધિકારીઓ દ્વારા ‘ટફ માર્ચ’ શબ્દ અપનાવવામાં આવ્યો હતો. કહી દઈએ કે, સોવિયત સંઘ પ્યોંગયાંગના સામ્યવાદી સંસ્થાપકોનું મુખ્ય સમર્થક રહેલું હતું અને તેના પતન બાદ થયેલી ભૂખમરીમાં આશરે 30 લાખ ઉત્તર કોરિયાના લોકોનો જીવ ગયો હતો.
ઉત્તર કોરિયામાં લોકો મકાઈને ભાત કરતા ઓછી પસંદ કરે છે, પરંતુ તે ભાત કરતા સસ્તી હોય છે, માટે તેની ખપત વધારે રહે છે. અત્યારે રાજધાની પ્યોંગયાંગામાં એક કિલો ભાતની કિંમત 2020ના ડિસેમ્બર મહિના બાદ સૌથી વધારે છે. જોકે, ભાવમાં ઉત્તાર-ચઢાવ થતો રહે છે. માર્કેટ ભાવ પર નજર રાખીને આર્થિક ગતિવિધીનો અંદાજો લગાવી શકાય છે.
ઉત્તર કોરિયા મામલા વિશે જાણકાર બેન્યામિન સિલ્બર્સ્ટાઇન કહે છે કે, ઉત્તર કોરિયામાં મોટાભાગના લોકો ખાદ્ય સામગ્રી અને જરૂરિયાતનો અન્ય સામાન માર્કેટમાંથી ખરીદે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર