દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડ્યો, ચેરાપુંજીમાં ભારે વરસાદ

મહત્વની વાત એ છે કે, કેરળ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં ભારતમાં દસ્તક દેશે.

News18 Gujarati
Updated: June 5, 2019, 1:49 PM IST
દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડ્યો, ચેરાપુંજીમાં ભારે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 5, 2019, 1:49 PM IST
ભારતમાં ખેડૂતો ચોમાસાની આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે અને દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું કેરળથી બેસે તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. ગયું વર્ષ નબળું હતુ અને દેશનાં ઘણા ભાગોમાં દુષ્કાળની સ્થિતિ હતી.

હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં જણાવ્યા અનુસાર, ભારતનાં પૂર્વોત્તર રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ પડે છે.

મેઘાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ચેરાપુંજીમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. ત્રિપુરાનાં કૈલાસહરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.

આ સિવાય, ગંગટોક, લુંબડીંગ, અઝવાલ, સિલોગં, બારાપાની વગેરેમાં પણ વરસાદ નોંધાયો છે.

હાલની સ્થિતિએ આસામનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ મેઘાલયા તરફ જઇ રહી છે અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ લાવશે.

આગામી દિવસોમાં ત્રિપુરા, મેઘાલાય અને મિઝોરમમાં વરસાદની માત્રા વધશે. આ સિવાય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુરમાં પણ હળવાથી ભારે વરસાદ પડશે.
Loading...

વરસાદની આ પ્રક્રિયા ભારતનાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

પ્રિ-મોનસૂન એક્ટિવિટીનાં ભાગરૂપે બંગાળની ખાડીમાં ફૂંકાતા પવનોને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદી છાંટા પડશે.

મહત્વની વાત એ છે કે, કેરળ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં ભારતમાં દસ્તક દેશે.

 
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...