ઘરે બેઠા-બેઠા એક વ્યક્તિ રાતો-રાત કરોડપતિ બની ગયો, આને કહેવાય ભાગ્યશાળી

એક નબીં બે-બે લોટરી લાગી

આ વ્યક્તિને 24 કલાક સુધી ખબર ન હતી કે તે કરોડપતિ બની ગયો છે (Man hit double jackpot).

 • Share this:
  OMG: દુનિયાના મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને ઘરે બેસીને ખૂબ પૈસા મળે અને તેઓ વૈભવી જીવન જીવી શકે. જોકે આ ઈચ્છા દરેકની પૂરી થવી અશક્ય છે, કારણ કે દરેકનું ભાગ્ય ઉત્તર કેરોલિના (North Carolina)ના ડેવી ક્રૂમ (Dewey Croom) જેવું નથી હોતું. ડેવી ક્રૂમે એક નહીં પરંતુ એક સાથે બે-બે લોટરી જીતી છે, અને ઘરે બેઠા-બેઠા કરોડપતિ (Man hit double jackpot) બની ગયો છે.

  નોર્થ કેરોલિના (North Carolina) ના મેરિયન (Marion) માં રહેતા ડેવી ક્રૂમ (Dewey Croom) સાથે જે બન્યું તે ખરેખર એક સ્વપ્ન જેવું છે. આ વ્યક્તિને 24 કલાક સુધી ખબર ન હતી કે તે કરોડપતિ બની ગયો છે (Man hit double jackpot). છેલ્લા 7 વર્ષમાં તેને બે વાર લોટરી લાગી છે અને મહેનત કર્યા વિના, ઘરે બેઠા-બેઠા તેના ખાતામાં કરોડો રૂપિયા આવી ગયા છે (Man becomes Millionaire Overnight). આ બધું તેના નસીબને કારણે થયું છે.

  આ પણ વાંચો - કબજિયાતથી બચવા માટે એક વ્યક્તિએ ગુદામાર્ગમાં 8 ઇંચની જીવતી ઈલ નાખી દીધી, પછી જે થયું

  એક વ્યક્તિ કરોડપતિ કેવી રીતે બન્યો?

  ડેવી ક્રૂમે કેરોલિના કેનો લોટરી રમતમાં પોતાનું નસીબ અજમાવવા માટે લોટરીની ટિકિટ ખરીદી. ત્યારબાદ તેને એ પણ યાદ આવ્યું કે, તેનું પરિણામ રવિવારે જાહેર થવાનું હતું. North Carolina Education Lottery મુજબ, આ ડેવી ક્રુમે સુગર હિલ ફૂડ માર્ટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી, પરંતુ તેનું રિઝલ્ટ ચેક કર્યું ન હતું. બીજા દિવસે તે તેનું પરિણામ જોવા ગયો, પછી તેને ખબર પડી કે તેની લોટરી લાગી ગઈ છે અને તેણે 74,37,930 રૂપિયા જીત્યા છે. અગાઉ વર્ષ 2014માં પણ, ડેવી ક્રૂમે 16 ડિસેમ્બરે કેશ 5 ડ્રોઇંગ લોટરી જેકપોટમાં 90,58,654 રૂપિયાનો જેકપોટ જીત્યો હતો. હવે તેના ખાતામાં 1 કરોડથી વધુ રૂપિયા છે.

  આ  પણ વાંચોરાત્રે સેક્સ માટે પતિને જગાડવાની લાહ્યમાં પડી મહિલા, થઈ ગઈ લકવાગ્રસ્ત

  ડેવી ક્રૂમ હવે વેકેશન પર જશે

  ભાઈ લોટરી લાગી છે, તો આટલું તો બને જ છે. ડેવી ક્રૂમનું કહેવું છે કે, આટલી રકમ મળ્યા બાદ તે પહેલા પોતાની પીકઅપ વાન માટે ટ્રક ચૂકવશે અને પછી આ પૈસા બેંક ખાતામાં સાચવશે. હા, તેણે પોતાના માટે વેકેશનનું પણ આયોજન કર્યું છે, જેથી તે થોડો આરામ કરી શકે. ડેવી ક્રૂમની બે લોટરી જોયા પછી, સોશિયલ મીડિયા પર લોકો તેના નસીબના વખાણ કરી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, 'દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પડ ફાડકે'.
  Published by:kiran mehta
  First published: