Home /News /national-international /Norovirus: કોરોના અને મંકીપોક્સના ખતરા વચ્ચે ભારતમાં આવ્યો નવો નોરો વાયરસ, જાણો લક્ષણો અને બચાવની રીત

Norovirus: કોરોના અને મંકીપોક્સના ખતરા વચ્ચે ભારતમાં આવ્યો નવો નોરો વાયરસ, જાણો લક્ષણો અને બચાવની રીત

કેરળની (Kerala)રાજધાની તિરુવનંતપુરમમાં નોરો વાયરસના ( norovirus)2 કેસ સામે આવ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Norovirus in india - આ એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં પણ ફેલાઇ શકે છે. એક વ્યક્તિ ઘણી વખત નોરો વાયરસથી સંક્રમિત થઇ શકે છે કારણ કે તેના અલગ-અલગ પ્રકાર છે

નવી દિલ્હી : કોરોના વાયરસ અને મંકીપોક્સના ખતરા વચ્ચે ભારતમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. કેરળની (Kerala)રાજધાની તિરુવનંતપુરમમાં નોરો વાયરસના ( norovirus)2 કેસ સામે આવ્યા છે. નોરો વાયરસથી સંક્રમિત બન્ને બાળકોની હાલત સ્થિર છે અને તેમને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ સાથે પ્રશાસને બચાવ માટે જરૂરી કાર્યવાહી ઝડપી બનાવી છે અને લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે (Veena George )જણાવ્યું કે કેરળની રાજધાની તિરુવનંતપુરમના વિઝિંજમ વિસ્તારમાં નોરો વાયરસના 2 કેસની પૃષ્ઠી થઇ છે. ચિંતાની કોઇ વાત નથી. સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. ક્ષેત્રમાં સેમ્પલથી લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બચાવ માટે કાર્યવાહી ઝડપી બનાવી છે. સંક્રમિત થયેલા બન્ને બાળકોની હાલત સ્થિર છે.

શું છે નોરો વાયરસ અને કેવી રીતે ફેલાય છે

નોરો વાયરસ પશુઓ દ્વારા માણસમાં ફેલાતો એક વાયરસ છે. જે ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ બીમારીનું કારણ બને છે. આ વાયરસ દુષિત સ્થાનાનો સંપર્કમાં આવવાથી કે દુષિત ભોજન લેવાની સ્થિતિમાં વ્યક્તિને પોતાની ચપેટમાં લે છે. આ સિવાય આ એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં પણ ફેલાઇ શકે છે. એક વ્યક્તિ ઘણી વખત નોરો વાયરસથી સંક્રમિત થઇ શકે છે કારણ કે તેના અલગ-અલગ પ્રકાર છે.

આ પણ વાંચો - નારાજ પત્ની પિયર ચાલી ગઇ, પહેલા પતિએ માફી માંગી પાછી બોલાવી, રસ્તામાં કાપી નાખ્યું નાક

શું છે નોરો વાયરસના લક્ષણ?

નોરો વાયરસ કોઇ વ્યક્તિના પેટ પર આક્રમણ કરે છે. પેટમાં પહોંચવાની સાથે જ આંતરડામાં સોજાનું કારણ બને છે. સંક્રમિત વ્યક્તિમાં સામાન્ય રીતે ઉલ્ટી, પેટમાં દુખાવો અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય સંક્રિમત દર્દીમાં શરીરમાં દર્દ પણ જોવા મળે છે. આ વાયરસ બધી ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં લે છે. જોકે બાળકો, વૃદ્ધો અને પહેલાથી કોઇ બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને વધારે ગંભીર બનાવી શકે છે. જો સમય પર સારવાર શરુ થઇ જાય તો સંક્રમિત 3 દિવસની અંદર ઠીક પણ થઇ શકે છે.

નોરો વાયરસથી બચવાના ઉપાય

શરૂઆતની તપાસમાં નોરો વાયરસ અત્યાર સુધી જીવલેણ સાબિત થયો નથી. હાલ તેની સારવાર માટે કોઇ દવા ઉપલબ્ધ નથી. તેથી બચાવ જ સૌથી મોટો ઉપાય છે. સંક્રમિત વ્યક્તિને ડોક્ટર ખૂબ પાણી અને તરલ પદાર્થ લેવાની સલાહ આપે છે. તેનો ખતરો રોજ જાનવરોના સંપર્કમાં આવનાર લોકોને સૌથી વધારે છે. આવા લોકોને બચીને રહેવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર નોરો વાયરસથી બચાવ માટે સાબુ અને ગરમ પાણીથી સારી રીતે હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય ફ્રેશ ખાવાનું ખાવ અને બીમાર હોય તો ઘરે જ રહો. નોરો વાયરસ સેનિટાઇઝરથી પણ મરતો નથી તેથી સેનિટાઇઝરથી હાથ સાફ કરવાથી ફાયદો થશે નહીં.
First published:

Tags: Coronavirus Update, ભારત