આ વર્ષે કેવું રહેશે ચોમાસું? વર્તમાન સ્થિતિને જોતા નિષ્ણાતોએ રજૂ કર્યું અનુમાન

તસવીર: Shutterstock

ભારતનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે સામાન્ય ચોમાસાના સંકેતોથી અર્થતંત્ર માટે અનુકૂળ વાતાવરણની આશા બંધાઈ છે. જોકે, ભારતના હવામાન વિભાગ તરફથી હજુ સુધી ચોમાસા અંગે કોઈ અનુમાન રજૂ કરવામાં આવ્યું નથી.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં ચાલુ વર્ષે પણ સામાન્ય વરસાદ (Monsoon 2021) પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી ચોમાસું સામાન્ય રહ્યું છે. મહામારીના સમયમાં મેઘરાજાએ જ અર્થતંત્રની લાજ રાખી હતી. આવી સ્થિતિમાં ચાલુ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહે તેવી વકી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું ક્રિટિકલ રહેશે. સામાન્ય રીતે સતત ત્રણ ચોમાસા સામાન્ય જાય તેવું ભાગ્યે જ બને છે. સંશોધકોના મત મુજબ 2021નું ચોમાસું સારું રહી શકે. ભારતનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે સામાન્ય ચોમાસાના સંકેતોથી અર્થતંત્ર માટે અનુકૂળ વાતાવરણની આશા બંધાઈ છે. જોકે, ભારતના હવામાન વિભાગ તરફથી હજુ સુધી ચોમાસા અંગે કોઈ અનુમાન રજૂ કરવામાં આવ્યું નથી.

  ત્રીજા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર

  દેશમાં ત્રીજા ભાગની વસ્તી ખેતીની આવક ઉપર નિર્ભર છે. 40 ટકા વાવેતરને સિંચાઇની સગવડ મળતી નથી. ચોખા, ખાંડ, કપાસ, કઠોળ, બાગાયત પેદાશો અને અનાજ જેવા પાકની વાવણી શરૂ થવા માટે ખેડુતો મેહરાજાની રાહ જુએ છે.

  આ પણ વાંચો: ભૈયુજી મહારાજ કેસ: પત્ની આયુષી શંકાને આધારે વારે વારે એક જ વાત પૂછતી હતી, શું મૉડલ મળવા આવે છે?

  આર્થિક ગાડી પાટે ચડશે

  દેશના ગ્રામ્ય અર્થતંત્રમાં ખેતીનો હિસ્સો 39 ટકાનો છે. ખેતી સિવાયના તમામ સેકટર મહામારી દરમિયાન મંદ રહ્યા હતા. ખેતીએ રોજગારી પુરી પાડી હતી. જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં ખેતીનો વૃદ્ધિદર 3.4% વધ્યો હતો, જ્યારે બાકીની અર્થવ્યવસ્થામાં લોકડાઉનને -24.4 ટકાનું ગાબડું પડ્યું હતું. જોકે, ડિસેમ્બરમાં આર્થિક ગાડી ફરી પાટે ચડવા લાગી હતી.

  આ પણ વાંચો: સસ્તી કિંમતે iPhone ખરીદવાની ઉત્તમ તક- જાણો ઑફર

  બજારમાં તરલતા લાવવા વરસાદ અને ખેતી મહત્વના

  રિઝર્વ બેંક અને આર્થિક સર્વેના આંકડા મુજબ આગામી નાણાકીય વર્ષમાં અનુક્રમે 10.5% અને 11%નો વિકાસ થઈ શકે છે. પીવાના પાણી, વીજળી અને સિંચાઈ માટે મહત્વના પાણીના 89 જળાશયો ચોમાસામાં ભરાય છે. આખું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે. જ્યારે ખેતી સારી થાય અને પાક વેચાય ત્યારે બજારમાં તરલતા આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં માંગ વધે છે, જેના પરિણામે વ્યાપાર વધે છે.

  આ પણ વાંચો: કોરોના અપડેટ: 53 દિવસ પછી ભારતમાં સક્રિય કેસ ફરી 2 લાખને પાર; મહારાષ્ટ્રમાં 56 લોકોનાં મોત

  ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધે છે જેના પરિણામે વિવિધ વસ્તુઓની માંગ વધે છે. ઉદારણ તરીકે દેશમાં કુલ વેચાતા મોટરસાઇકલમાંથી 48 ટકા વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. આવી જ રીતે કુલ ટેવી સેટમાંથી 44 ટકા સેટનું વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે.

  અલ નિનો અને લા નીના શું છે?

  હવામાન વિભાગના મત મુજબ ચોમાસા માટે સારા સંકેતો છે. પ્રશાંતમાં મહાસાગરોનું તાપમાન સામાન્ય કરતા વધારે હોય છે, ત્યારે ચોમાસાનો અંત થાય છે. આ પ્રકારના હવામાનના ફેરફારને અલ નિનો તરીકે ઓળખાય છે. જો તાપમાન સામાન્ય કરતા ઓછું હોય તો વધુ વરસાદ થાય છે. જેને હવામાનશાસ્ત્રમાં લા નીના તરીકે ઓળખવામાં આવે છે.
  First published: