પાલઘરમાં સાધુઓના લિન્ચિંગમાં મુસ્લિમો સામેલ નથી, મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ જાહેર કર્યા આરોપીઓના નામ

પાલઘરમાં સાધુઓના લિન્ચિંગમાં મુસ્લિમો સામેલ નથી, મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ જાહેર કર્યા આરોપીઓના નામ
મુંબઈના કાંદીવલીથી સુરત આવી રહેલા બે સાધુ અને ડ્રાઇવરને ચોર સમજીને ટોળાએ મોતને ઘાટ ઉતારી દીધા હતા

મુંબઈના કાંદીવલીથી સુરત આવી રહેલા બે સાધુ અને ડ્રાઇવરને ચોર સમજીને ટોળાએ મોતને ઘાટ ઉતારી દીધા હતા

 • Share this:
  પાલઘરઃ મહારાષ્ટ્ર (Maharashtra) સ્થિત પાલઘર (Palghar Mob Lynching)માં થોડા દિવસ પહેલા સાધુઓનું મૉબ લિન્ચિંગને લઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)એ સ્પષ્ટ કર્યું છે કે, પાલઘરમાં બે સાધુ અને ડ્રાઇવરની હત્યા કરવામાં ઝડપાયેલા લોકોમાં કોઈ પણ મુસ્લિમ નથી.

  ઘટનાના સંબંધમાં એક વાયરલ વીડિયો (Viral Video) પર દેશમુખે કહ્યું કે, વીડિયોમાં એક અવાજ સંભળાય છે, ‘ઓયે બસ’. લોકોએ તેને ‘શોએબ બસ’ કહીને વાયરસ કર્યો. તમામ રાજ્ય મહામારીથી લડી રહ્યા છે અને કેટલાક લોકો આ મામલાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  દેશમુખે કહ્યું કે, સીઆઈડીમાં એક વિશેષ આઈજી સ્તરના અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે. પરંતુ હું એ જણાવવા માંગું છું કે પોલીસે અપરાધના 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી હતી. અમે આજે વોટ્સએપના માધ્યમથી પકડાયેલા આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ, આ યાદીમાં કોઈ મુસ્લિમ નથી.

  આ પણ વાંચો, WhatsAppનું નવું ફીચર! માત્ર 4 નહીં હવે આટલા લોકો સાથે કરી શકાશે Group Video Call

  દેશમુખે ફેસબુકના માધ્યમથી કરેલા સંબોધનમાં કહ્યું કે, આ ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા લોકોમાં કોઈ પણ મુસ્લિમ નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટના બાદ સાંપ્રદાયિક રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કોઈનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે, કેટલાક લોકો ‘મુંગેરીલાલ કે હસીન સપને’ જોઈ રહ્યા છે. આ રાજકારણ કરવાનો નહીં પરંતુ એક સાથે મળી કોરોના વાયરસ સામે લડવાનો સમય છે.

  આ પહેલા સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે, પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેઓએ સાધુ, ડ્રાઇવર અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો, પોલીસે તે ઘટનાના દિવસે જ તે તમામ આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ અપરાધ અને શરમજનક કૃત્યના અપરાધીઓને આકરો દંડ કરવામાં આવશે.

  આ પણ વાંચો, Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 11:59 IST