લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું મોટું નિવેદન: UPમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન

News18 Gujarati
Updated: December 27, 2018, 7:35 AM IST
લોકસભા ચૂંટણી પહેલા અખિલેશનું મોટું નિવેદન: UPમાં બિન-કોંગ્રેસી હશે ગઠબંધન
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

MPમાં સપાના એકમાત્ર ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ ન કરવાથી નારાજ અખિલેશ યાદવે ઠાલવ્યો ગુસ્સો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 2019 લોકસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશે કહ્યું કે ભાજપની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં બનવા જઈ રહેલું ગઠબંધન બિન-કોંગ્રેસી હશે. મધ્ય પ્રદેશમાં સપાના એકમાત્ર ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ ન કરવાથી નારાજ અખિલેશ યાદવે આ વાત કહી છે.

એટલું જ નહીં અખિલેશે કહ્યું કે, અમે કોંગ્રેસનો પણ આભાર વ્યક્ત કરવા માગીએ છીએ કે મધ્ય પ્રદેશમાં અમારા ધારાસભ્યને મંત્રી ન બનાવ્યા. અમે કોંગ્રેસ અને ભાજપ બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ સમાજવાદીઓનો માર્ગ સરળ કરી દીધો. જ્યારે, સપાના ધારાસભ્ય મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપી રહ્યા હતા.

આ પણ વાંચો, અખિલેશ યાદવ કો દેંગે વોટ' નારો લગાવી રહ્યો હતો દિવ્યાંગ, BJP નેતાએ મોંઢામાં ઠોંસ્યો ડંડો

અખિલેશે આગળ કહ્યું કે, "અમને સમાજવાદીઓને ન જાણે શું-શું કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, પેટાચૂંટણીમાં સમાજવાદીઓને લઈને શું કહ્યું હતું કે આ ગઠબંધન કરવા જઈ રહેલી પાર્ટી શું છે. કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું તેમને અનેકવાર ધન્યવાદ આપી ચૂક્યો છું. હું ભારતીય જનતા પાર્ટીને એ વાતનો પણ ધન્યવાદ આપવા માગું છું કે તેઓએ અમને બેકવર્ડ સમજ્યા. અમે પોતાની જાતને બેકવર્ડ જ સમજતા હતા. અમે તો સૌને સાથે લઈને ચાલવા માંગતા હતા. કામ પર વોટ માંગી રહ્યા હતા."
First published: December 26, 2018, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading