પાણીની વચ્ચે દેશભક્તિની ભાવના, મહિલા પોલીસકર્મીઓએ આ રીતે આપી સલામી

News18 Gujarati
Updated: August 16, 2019, 11:30 AM IST
પાણીની વચ્ચે દેશભક્તિની ભાવના, મહિલા પોલીસકર્મીઓએ આ રીતે આપી સલામી
તિરંગાને સલામી આપી રહેલી મહિલા પોલીસકર્મીઓ.

મહિલા પોલીસકર્મીઓના કહેવા પ્રમાણે દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં ઘૂંટણસમા પાણી ભરાય જાય છે. કારણ કે પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી.

  • Share this:
73માં આઝાદી પર્વ પર નોઇડામાં મહિલા પોલીસ મથકમાં પોલીસકર્મીઓએ પાણીમાં ઉભા રહીને તિરંગાને સલામી આપી હતી. ઉત્તર ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે પોલીસ મથક પરિસરમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી નીકળવાની કોઈ જગ્યા ન હોવાથી આખા પરિસરમાં પાણી ભર્યું હતું.

આવી હાલત વચ્ચે પણ મહિલા પોલીસકર્મીઓએ ધ્વજ વંદન માટે થાંભલો ઉભો કર્યો હતો અને પાણીમાં ઉભા રહીને ઝંડાને સલામી આપી હતી. મહિલા પોલીસકર્મીઓના કહેવા પ્રમાણે દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં ઘૂંટણસમા પાણી ભરાય જાય છે. કારણ કે પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી.

નોઇડામાં સેક્ટર 39 ખાતે આ પોલીસ સ્ટેશન આવેલું છે. આ પોલીસ સ્ટેશન આખા ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની 7.57 લાખ મહિલાઓની મદદ કરવા માટે તત્પર રહે છે. આ પોલીસ સ્ટેશનમાં એક સ્ટેશન ઓફિસર અને 25 પોલીસકર્મીઓ કામ કરે છે.નોંધનીય છે કે 10મી ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યે ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થી સેક્ટર-20 પોલીસ મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મુખ્ય સચિવ તરફથી 13 મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી હતી તેમજ અનેક મુદ્દે એસએસપી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો, તો અનેક મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો હતો.

નિરીક્ષણ દરમિયાન મુખ્ય સચિવે ગૌતમ બુદ્ધ નગર પોલીસને સૂચના આપી હતી કે ચોરી અને સાઇબર ક્રાઇમના મામલા સામે તપાસ માટે પોલીસકર્મીઓને યોગ્ય તાલિમ આપવામાં આવે. આ સાથે જ ગૃહ સચિવે એ વાતની પણ નોંધ કરી હતી કે પોલીસ સ્ટેશનમાં વધારે સ્ટાફની જરૂર છે. આ ઉપરાંત તેમણે એસએસપી પાસેથી પોલીસ સ્ટેશનમાં કેવી કેવી વ્યવસ્થા છે તેનો રિપોર્ટ માંગ્યો હતો. મુખ્ય સચિવની તપાસમાં એવું પણ માલુમ પડ્યું હતું કે આ વિસ્તારમાં સૌથી વધારે બનાવો વાહનચોરીના બને છે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर