નોઈડા: નોઈડાની એક આલીશાન સોસાયટીના એક એપાર્ટમેન્ટમાંથી 20 વર્ષિય ઘરેલૂ સહાયિકાને છોડાવી છે. જ્યાં તેને કથિત રીતે બંધક બનાવીને રાખવામાં આવી હતી અને લગભગ બે મહિના સુધી માલિક દ્વારા તેને પ્રતાડિત કરવામા આવી હતી. પોલીસે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, માલિક શેફાલી કૌલ એક વકીલ છે અને સેક્ટર 121માં ક્લિયો કાઉંટી સોસાયટીમાં રહે છે .કૌલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 344, 323 અને 504 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે.
ઘરમાં પીડિતાને બનાવી હતી બંધક
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનારા પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરી કૌલની સાથે છ મહિનાના કોન્ટ્રાક્ટ પર હતી, જે 31 ઓક્ટોબરે ખતમ થઈ ગયો. પિતાએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ ખતમ થતાં તેમની દીકરી ત્યાંથી કામ છોડવા માગતી હતી. પણ તેને જવા દીધી નહીં. મારી દીકરીને ત્યાં બંધક બનાવી લેવામાં આવી. જ્યાં તેની સાથે મારપીટ અને ગંદી ગાળો પણ આપતા. " isDesktop="true" id="1308866" >
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ફેસ તીન પોલીસ સ્ટેશનના અધિકારી સાદ મિયા ખાને કહ્યું કે, ફેસ તીન પોલીસ સ્ટેશનમાં એક પ્રાથમિકી નોંધાઈ છે. પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તે અનુસાર આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, સેન્ટ્રલ નોઈડાના એડીસીપી સાદ મિયાં ખાને જણાવ્યું છે કે, શેફાલીએ પહેલા ઘરેલૂ સહાયિકાની દીકરીને બંધક બનાવી અને બાદમાં તેની સાથે મારપીટ કરી, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
લિફ્ટમાં નોકરા સાથે મારપીટ કરતી માલિક
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, માલિક ઘરેલૂ સહાયિકાને લિફ્ટમાં મારી રહી છે અને પોતાના ઘરે કામ કરાવી રહી છે. આ દરમિયાન પીડિત મહિલા પોતાની માલિકની સાથે હાથ જોડી રહી છે અને તેમ છતાં મહિલા નોકરાણીને મારતી રહે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર