Home /News /national-international /ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ સમગ્ર એશિયામાં નામ રોશન કર્યું, બે બે રેકોર્ડ્સ બનાવી દીધા

ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ સમગ્ર એશિયામાં નામ રોશન કર્યું, બે બે રેકોર્ડ્સ બનાવી દીધા

નોઈડાના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોએ રેકોર્ડ બનાવ્યા

Challengers Group: સેક્ટર 22ની ઝુંપડીઓમાં રહેતા અને ટકેટકનું લાવીને ખાતા તથા કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવતા બાળકોને સામાજિક સંસ્થા ચેલેન્જર્સ ગ્રુપ પોતાની સ્કૂલમાં ભણાવે છે. આ બાળકોએ સર્વપલ્લી રાધાકૃષ્ણની તસ્વીર બનાવીને આ રેકોર્ડ નોંધાવ્યો છે.

વધુ જુઓ ...
    નોઈડા: નોઈડા શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોએ નોઈડાનું નામ સમગ્ર એશિયામાં રોશન કર્યું છે. નોઈડા સેક્ટર 22ની ઝૂંપડીઓમાં રહેતા બાળકોએ પોતાનુ નામ ઈંડિયા બુક ઓફ રેકર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું છે.

    હકીકતમાં જોઈએ તો, સેક્ટર 22ની ઝુંપડીઓમાં રહેતા અને ટકેટકનું લાવીને ખાતા તથા કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવતા બાળકોને સામાજિક સંસ્થા ચેલેન્જર્સ ગ્રુપ પોતાની સ્કૂલમાં ભણાવે છે. આ બાળકોએ સર્વપલ્લી રાધાકૃષ્ણની તસ્વીર બનાવીને આ રેકોર્ડ નોંધાવ્યો છે. ચેલેન્જર્સ ગ્રુપના પ્રિન્સ શર્મા જણાવે છે કે, આ વખતે 2022માં 60માં શિક્ષક દિવસ પર અમારા 60 બાળકોએ સર્વપલ્લી રાધાકૃષ્ણની તસ્વીર માત્ર 3 મીનિટ 15 સેકન્ડમાં બનાવી, જે ભારતની સાથે સાથે એશિયામાં પણ રેકોર્ડ બની ગયો છે.

    આ પણ વાંચો: દિલ્હી: કેન્દ્રીય વિદ્યાલયમાં સીનિયર સાથે ભૂલથી અથડાઈ વિદ્યાર્થિની, ટોયલેટમાં ખેંચી લઈ હવસનો શિકાર બનાવી

    22 દિવસ બાદ આવ્યો એવોર્ડ


    NEWS 18 LOCAL સાથે બાળકોના ટીચર રોશની જણાવે છે કે, બાળકો તરફથી તસ્વીર બનાવાનો વીડિયો અમે ઓનલાઈન મોકલ્યો હતો. તેને પહેલા ઈંડિયા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કર્યો, ત્યાર બાદ એશિયા બુક ઓફ રેકોર્ડમાં. આ પ્રક્રિયામાં 22 દિવસનો સમય લાગ્યો. સર્ટિફિકેટ અને એક એક કિટ બંને રેકોર્ડની અમને લોકોને મળી છે. તેનાથી બાળકોનું મનોબળ વધ્યું છે. તેમના પરિવારના લોકો પણ ખુશ છે કે, તેમના બાળકોએ કંઈક અલગ કરી બતાવ્યું છે. નોઈડા અને અમારા બધા માટે આ એક ગર્વની વાત છે.

    20 દિવસની પ્રેક્ટિસથી મળી સફળતા


    શેરિન જણાવે છે કે, અમે પાઠશાળામાં 20 દિવસ સુધી તસ્વીર બનાવાની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ કમ્પીટીશનમાં ભાગ લીધો હતો.જેથી અમારુ નામનો રેકોર્ડ બને. તેનાથી નોઈડાનું ના પણ વધશે અને મને આગળ ભણવાનો મોકો પણ મળશે. શિવમ જણાવે છે કે, ઘરમાં બધાં ખુશ છે કે, અમે આ રેકોર્ડ બનાવ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: India Book of Record, Noida

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन