અંધારામાં પણ વ્યક્તિને ઓળખી શકાશે, આ ઈનોવેશન માટે ડૉ.શિવાનીને DRDOની પ્રતિયોગિતામાં મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ

અંધારામાં પણ વ્યક્તિને ઓળખી શકાશે, આ ઈનોવેશન માટે ડૉ.શિવાનીને DRDOની પ્રતિયોગિતામાં મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ
ડૉ. શિવાની વર્મા (તસવીર- Amity University)

ડૉ. શિવાની વર્માએ બનાવેલા ડિવાઇસથી ચહેરો ઢાંકેલો હોય અથવા અંધારુ હોય તો પણ શારીરિક રચનાથી કોઈ વ્યક્તિને ઓળખવામાં મદદ મળી શકે છે

  • Share this:
નવી દિલ્હી. નોઈડા (Noida)ની એક પ્રાઈવેટ યુનિવર્સિટીની વૈજ્ઞાનિકને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા આયોજિત એક પ્રતિયોગિતામાં ફર્સ્ટ પ્રાઈઝથી સમ્માનિત કરવામાં આવી છે. મંગળવારે યુનિવર્સિટીએ જણાવ્યું કે આ વૈજ્ઞાનિકે બનાવેલા ડિવાઇસથી ચહેરો ઢાંકેલો હોય અથવા અંધારુ હોય તો પણ શારીરિક રચનાથી કોઈ વ્યક્તિને ઓળખવામાં મદદ મળી શકે છે. એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ((AISST)ની ડૉ. શિવાની વર્મા (Dr. Shivani Verma)એ એક ઈનોવેટીવ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. જેમણે DRDOના “ડેર ટુ ડ્રીમ 2.0” ઈનોવેટીવ કન્સેપ્ટમાં શારીરિક રચના પર આધારિત કોઈ વ્યક્તિને ઓળખવાનો કન્સેપ્ટ રજૂ કરીને પુરસ્કાર જીત્યો હતો.

DRDOની વેબસાઈટ પર કરેલ પરિણામોની ઘોષણા અનુસાર ડૉ. વર્મા પ્રતિયોગિતા જીતનાર ટોપ 5 વિજેતાઓમાંથી એક છે. આ કન્સેપ્ટ ઈન્ટેલિજેન્ટ ઈન્ફેરન્સિંગ રેકોગ્નિશન સિસ્ટમ પર બનાવવામાં આવ્યો છે, જે વ્યક્તિની શારીરિક રચનાના આધાર પર વ્યક્તિને ઓળખવામાં મદદ કરે છે. જ્યાં બાયોમેટ્રિક અને ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી ઉપલબ્ધ નથી હોતી, તે પરિસ્થિતિઓમાં આ કન્સેપ્ટ ખૂબ જ લાભદાયી છે.



આ પણ વાંચો, Baba Ka Dhaba: ઢાબાવાળા બાબાના સુખના દિવસો ખતમ, નવી રેસ્ટોરાંના પાટીયા પડ્યા, ફરી એક જ ફુટપાથ સ્ટોલ

એમિટી યુનિવર્સિટીએ જણાવ્યું કે, “જેમાં સ્કેલેટેલ ડેટા, ચાલ, ફેસ રેકોગ્નિશન અને મૂવમેન્ટ પેરામીટરને ધ્યાનમાં રાખતા આ એક ઈનોવેટીવ સોલ્યુશન છે, જેમાં કોઈ વ્યક્તિ અંધારામાં ફરી રહી છે તો પણ તેને ઓળખી શકાય છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “કોઈ પણ પ્રકારનો પહેરવેશ હોય, ચહેરાનો ઢાંકેલો હોય કે ફિંગરપ્રિન્ટમાં ફેરફાર કર્યો હોય, તેમ છતાં વ્યક્તિની ઓળખ કરી શકાશે. જેથી ઈન્ટેલિજેન્સ એજન્સી, ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન, પોલીસ વગેરે દ્વારા કોઈપણ વ્યક્તિને ઓળખવા માટે ખૂબ જ સચોટ દ્રષ્ટિકોણ રહેશે.”

ડૉ. વર્માએ લિંક્ડઈન પર પોસ્ટ શેર કરી

ડૉ. એમ.એસ. પ્રસાદ, AISST ડિરેક્ટરના માર્ગદર્શનમાં ડૉ. વર્માએ જણાવ્યું કે DRDOએ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજનાને આગળ લઈ જવા માટે ચાર સપ્તાહમાં આ પ્રોજેક્ટની માહિતી મંગાવી છે.

આ પણ વાંચો, ગુરુ ગ્રહના Mega Moonની તસવીરો આવી સામે, દાયકાઓ બાદ સ્પેસ્ક્રાફ્ટ નજીક પહોંચ્યું

આ ઈનોવેશનથી દેશની સુરક્ષા એજન્સીઓને કામ કરવામાં મદદ મળશે. ડૉ. વર્માએ આ ઈનોવેશન કરીને દેશની સુરક્ષામાં તેમનું યોગદાન આપ્યું છે.
Published by:News18 Gujarati
First published:June 09, 2021, 15:07 pm

ટૉપ ન્યૂઝ