સગીર દર્શ સક્સેના બની ગયો રિહાન અંસારી, માતાએ FB ચેટ તપાસતા ઉડી ગયા હોશ!

દર્શ સક્સેનાની માતા શિવાની સક્સેસના

દર્શની માતા શિવાનીએ જણાવ્યું કે તેના દીકરાની ફેસબુક ચેટમાંથી આ ચોંકાવનારી વાતો સામે આવી છે. દીકરો નૂરી નામની એક છોકરી સાથે ચેટ કરતો હતો જેના કારણે ધર્મપરિવર્તનની ઘટના સામે આવી

 • Share this:
  રચના ઉપાધ્યાય,નોએડા : દેશની રાજધાની દિલ્હીની (Delhi) સરહદે આવેલા ઉત્તર પ્રદેશના (Uttar pradesh) નોએડા (Noida)માંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક માતાએ બે વર્ષ પહેલાં જ્યારે તેના સગીર દીકરાની ફેસબુક ચેટ જોઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે કિસ્સો ધર્મપરિવર્તનનો (Religious Conversion) હતો. અહીંયા સગીર દર્શ સક્સેસના (Darsh Saxena) નામના એક કિશોરની માતાએ જણાવ્યું કે વર્ષ 2018માં તે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારે તેની ઉમર 17 વર્ષ હતી. દર્શ નોએડામાં સેક્ટર 30માં નિઠારીમાં આઈટીઆઈનો કોર્સ કરી રહ્યો હતો. તેના પરિવારના જણાવ્યા મુજબ તેનું ધર્મ પરિવર્તન કરી અને તેનું નામ રિહાન અંસારી (Rihan Ansari) રાખી દેવામાં આવ્યું હતું. વર્ષ 2018માં તેના પરિવારે મામુસ દીકરાના લાપતા થવાની ફરયિદા નોએડા ફેઝ-2ના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

  દર્શની માતા શિવાની સક્સેનાએ જણાવ્યું હતું કે જ્યારે તેણીએ તેના પુત્રની ફેસબુક ચેટ તપાસી ત્યારે તેને આ આઘાતજનક બાબતની ખબર પડી. દર્શ ઉર્ફે રિહાન અન્સારી ફેસબુક મેસેંજર પર નૂરી નામની મહિલા સાથે ચેટ કરતો હતો. શિવાની સક્સેનાએ કહ્યું કે નૂરી આ કિસ્સામાં તેના ધર્મપરિવર્તનની મુખ્ય પ્રભાવશાળી રહી છે. ચેટમાં તેણે અલ્લાહનો સંદેશો એક લાખ લોકો સુધી પહોંચાડવા માટે તેમના પુત્ર સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે નૂરીના પિતા અને દર્શના પિતા એક બીજાને ઓળખતા હતા. બંનેના પરિવારજનો કામના સંબંધમાં એકબીજાને મળતા હતા. દર્શ નૂરીને આપા એટલે કે દીદી કહેતો હતો.

  આ પણ વાંચો : LPG સિલિન્ડરના ભાવ સહિત 1 જુલાઈથી અનેક નિયમોમાં થશે ફેરફાર, આમ આદમીના બજેટ પર થશે અસર

  ફેસબુક મેસેંજર ચેટમાં એ પણ જોવા મળ્યું હતું કે દર્શ કેટલાક પાકિસ્તાની લોકો સાથે સંપર્કમાં હતો. શિવાનીએ જણાવ્યું હતું કે એક મુસ્લિમ પરિચિતે તેના મસ્જિદ જવા વિશે પણ જણાવ્યું હતું. પરંતુ તે પછી તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો. દર્શની માતાએ જણાવ્યું હતું કે તેની થેલીમાંથી ઇસ્લામ ધર્મનાં પુસ્તકો અને ટોપી પણ મળી આવ્યા છે. આ પણ પૂછતાં તેણે કહ્યું કે તે તેના મિત્રની છે.

  માતા શિવાની સક્સેનાએ પુત્ર કૈરાનામાં હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી

  શિવાની સક્સેનાએ જણાવ્યું હતું કે દર્શના ફ્રેન્ડ લિસ્ટમાં 90 ટકા લોકો મુસ્લિમ હતા. તેના પુત્રએ હવે તેની આઈડી ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયાથી ડિલીટ કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે પુત્રીના જન્મદિવસ પર છેલ્લી વખત દર્શે મુસ્લિમ મિત્રના ફોનથી ફોન કર્યો હતો. જ્યારે મેં તેને પાછા આવવાનું કહ્યું, ત્યારે રડતા રડતા પરત આવવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે બે વર્ષથી આજ સુધી દર્શ સાથે કોઈ વાત થઈ નથી.

  આ પણ વાંચો : સુરત : અજબ ચોરીનો ગજબ Live Video, તસ્કરે પહેલાં માતાજીના દર્શન કર્યા બાદમાં દાગીના ચોર્યા!

  દર્શ ઉર્ફે રિહાનની માતાને શંકા છે કે તેનો પુત્ર કૈરાનામાં છે. કારણ કે તેના મોટાભાગના ફેસબુક મુસ્લિમ મિત્રો કૈરાનાના છે. તેણે કહ્યું કે તેનો પુત્ર સરસ ઘર, સરસ કપડાં, લાંબી ગાડીનો શોખીન હતો. આવી સ્થિતિમાં, કોઈએ તેના સપનાઓનો દુરૂપયોગ કર્યો અને તેને લલચાવીને તેનું ધર્માંતરણ કરી ના.ખ્યું માતાએ આશંકા પણ વ્યક્ત કરી હતી કે તેનો પુત્ર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. દર્શ વિશે વાત કરતી વખતે તેની માતા શિવાની સક્સેના રડી પડી હતી.

  યુપી પોલીસે દિલ્હીમાંથી પકડેલા મૌલવીઓ


  આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાનાં આકાશમાં દેખાયેલી ભેદી લાઈટનું શું છે રહસ્ય? Live Video થયો વાયરલ

  માતા શિવાની સક્સેના કહે છે કે જે રીતે કન્વર્ઝન રેકેટનો પર્દાફાશ થયો છે, તેના પુત્ર દર્શ સક્સેનાના ગાયબ થવામાં કેટલીક પ્રવૃત્તિ શામેલ હોઈ શકે છે. કન્વર્ઝન રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસે દર્શની માતાનો સંપર્ક કર્યો અને મદદની ખાતરી આપી.

  આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

  યુપી એટીએસએ દિલ્હીના જામિયા નગરમાંથી બે મૌલવીઓની ધરપકડ કરી

  અત્રે ઉલ્લેખનીય છે કે યુપી એટીએસએ સોમવારે દિલ્હીના જામિયા નગર વિસ્તારમાંથી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીની ધરપકડ કરી છે. તે બંને ગરીબ અને અભણ હિંદુઓને ફસાવતા અને લાલચ આપીને ધર્મપરિવર્તન કરતા હતા. યુપી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ એક હજારથી વધુ લોકોનું આયોજિત રીતે ધર્માંતરણ કરાવ્યું છે. આ માટે તેમને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને દેશ-વિદેશના અન્ય મુસ્લિમ સંગઠનો પાસેથી નાણાં મળે તેવું કહેવામાં આવી રહ્યું છે.
  Published by:Jay Mishra
  First published: