Home /News /national-international /નંબર પ્લેટ પર બ્રાહ્મણ, પોલીસ જેવા લખાણો લખેલા 1457 વાહનચાલકો દંડાયા

નંબર પ્લેટ પર બ્રાહ્મણ, પોલીસ જેવા લખાણો લખેલા 1457 વાહનચાલકો દંડાયા

અયોગ્ય નંબર પ્લેટો હોય તેવા વાહનચાલકો દંડાયા

આ પહેલા ઓપરેશન ક્લિન-6 દરમિયાન નોઇડા પોલીસે દારૂ પીને ગાડી હંકારી રહેલા લોકોની ધરપકડ કરી હતી.

નોઇડા પોલીસે ઓપરેશન ક્લિન-7 અંતર્ગત રવિવારે ખાસ અભિયાન ચલાવ્યું હતું. જેમાં નંબર પ્લેટો પર જાતિ વિષયક શબ્દો લખેલા 1457 લોકોને પકડવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન શહેરી વિસ્તારમાં 62 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા અને 561 લોકોને મેમો આપવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 37 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે 295 લોકોને મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે 601 વાહનોને પકડીને મેમો ફાડ્યા હતા. જેમના ચલણ ફાટ્યા હતા તેમાં એવા વાહનોનો સમાવેશ થતો હતો જેના નંબર પ્લેટો પર જાતિ વિષયક શબ્દો લખેલા હતા.

જિલ્લામાં કુલ 99 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 457 વાહનોના મેમો ફાડવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત ટુવ્હિલર કે પછી ફોર વ્હિલર ગાડીઓ જેમની નંબર પ્લેટો નિયમ પ્રમાણે ન હતી અથવા ટ્રાન્સપોર્ટેશન સાથેના જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરતી હતી તેમને મેમો આપવામાં આવ્યા હતા. નોઇડા એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે ખોટી નંબર પ્લેટ અને નંબર પ્લેટ વગરના વાહનોથી શહેરમાં ક્રાઇમ વધી રહ્યો છે. આથી આવા વાહનો સામે કાર્યવાહી જરૂરી છે.

આ પહેલા ઓપરેશન ક્લિન-6 દરમિયાન નોઇડા પોલીસે દારૂ પીને ગાડી હંકારી રહેલા લોકોની ધરપકડ કરી હતી. નોઇડા અને ગ્રેટર નોઇડા પોલીસ ઓપરેશન ક્લિન-4 પણ ચલાવી ચુકી છે. આ અંતર્ગત પોલીસે એવી તમામ બસોને જપ્ત કરી લીધી હતી જેની પાસે પરમીટ ન હતી. જ્યારે ઓપરેશન ક્લિન-3 અંતર્ગત પોલીસે જિલ્લામાં ગેરકાયદે રીતે દોડી રહેલી ઓટો પર તવાઈ કરી હતી. આ દરમિયાન પોલીસે વિવિધ જગ્યાએ આશરે દોઢ હજાર ઓટો સામે કાર્યવાહી કરી હતી.
First published:

Tags: Traffic drive, ટ્રાફિક પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો