હરિદ્વારની 'ટાંટીયા તોડ દુલ્હન', દુલ્હાને પ્રથમ રાત્રિએ જ હૉસ્પિટલ ભેગા થવું પડ્યું!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

"મને ખરેખરમાં ખબર ન હતી કે આવું થશે. લગ્નની પ્રથમ રાત્રિએ મારી પત્નીએ અચાનક મારા પર હુમલો કર્યો હતો અને મને સળિયાથી ફટકાર્યો હતો. હું બેભાન બની ગયો હતો."

 • Share this:
  નોઇડા: તમે લૂટેરી દુલ્હનના કિસ્સા તો સાંભળ્યા જ હશે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં લૂટેરી દુલ્હન અને હની ટ્રેપના અનેક કિસ્સા સામે આવ્યા હતા. આવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના નોઇડામાં સામે આવ્યો છે. અહીં લૂટેરીની સાથે સાથે ઢોર માર મારતી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે! અહીં એક દુલ્હને લગ્નની પ્રથમ રાત્રીએ જ તેના પતિને લોખંડના સળિયા વડે ઢોર માર માર્યો હતો. મારને કારણે દુલ્હાને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં લૂંટેરી દુલ્હન 20 હજાર રૂપિયા રોકડા અને બે લાખ રૂપિયાના સોનાના ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હતી. લૂટેરી દુલ્હન હરિદ્વારની તેમજ દુલ્હો બિજનોરના કુંડા ખુર્દ ગામનો હોવાનું સામે આવ્યું છે. બંનેએ 15મી માર્ચના રોજ એક મંદિરમાં લગ્ન કર્યા હતાં.

  બનાવની વિગતે વાત કરીએ તો લગ્ન બાદ દુલ્હો તેની દુલ્હનને લઈને તેના ઘરે પહોંચ્યો હતો. અહીં પરિવારના સભ્યો અને સંબંધીઓએ બંનેને ઉષ્માભેર આવકાર્યા હતા. દુલ્હાને હતું કે લગ્ન ધામધૂમથી સંપન્ન થઈ ગયો હોવાથી હવે તેની જિંદગીમાં બધું બરાબર થઈ ગયું છે. જોકે, પ્રથમ રાત્રિએ જ દુલ્હાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પ્રથમ રાત્રિએ તેની પત્નીએ તેને લોખંડના સળિયાથી ખૂબ માર માર્યો હતો. જે બાદમાં દુલ્હાએ સુહાગરાત મનાવવાને બદલે હૉસ્પિટલ દોડવું પડ્યું હતું. દુલ્હાને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!

  રિપોર્ટ્સ પ્રમાણે દુલ્હાના પરિવારને ઠગવા માટે દુલ્હને લગ્નનું નાટક કર્યું હતું. દુલ્હાએ જણાવ્યું હતું કે, "મને ખરેખરમાં ખબર ન હતી કે આવું થશે. લગ્નની પ્રથમ રાત્રિએ મારી પત્નીએ અચાનક મારા પર હુમલો કર્યો હતો અને મને સળિયાથી ફટકાર્યો હતો. હું બેભાન બની ગયો હતો. બાદમાં મને ખબર પડી હતી કે તેણી સોનાના ઘરેના અને 20 હજાર રોકડા રૂપિયા લઈને ભાગી ગઈ છે."


  આ પણ વાંચો: નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી


  આ બનાવ બાદ દુલ્હાના પરિવારે પોલીસ ફરિયાદ આપી છે. આ ઉપરાંત જે લોકોએ દુલ્હન બતાવી હતી તેની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. આવો જ એક બનાવ તાજેતરમાં ઉત્તર પ્રદેશના શાહહજાંપુરમાં બન્યો હતો. જ્યાં લગ્નના પાંચ જ કલાકમાં લૂટેરી દુલ્હને સોનાના ઘરેણા સાથે ફરાર થઈ ગઈ હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: