New Year 2023: પીધા પછી જો ઢીમ થઈ જશો તો પોલીસ પહોંચાડશે ઘરે, જાણો શું છે પ્લાન
પોલીસ બનશે દોસ્ત!
New Year 2023: પાર્ટી કરો, મજા કરો પણ એનો અર્થ એ નથી કે, તમે તમારા અને બીજા માટે સમસ્યા બની જાઓ! આ સૂચના હોવા છતાં, કેટલાક લોકો એટલો નશો કરે છે કે તેઓને કશાનું ભાન રહેતું નથી. આ વખતે પોલીસ દરેક ખૂણા પર હશે અને આવા લોકો પર નજર રાખશે.
નોઈડા: નવા વર્ષ માટે લોકો પાર્ટીના મૂડમાં આવી ગયા છે. તેઓ નવા સ્થળોની શોધ પણ કરી રહ્યા છે અને સાંજથી જ ઉજવણી માટે આયોજન અને તૈયારીઓ કરી રહ્યા છે. આવી પાર્ટીઓમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, જેઓ પીધા પછી ગોથા માર્યા કરે છે. તેમને ઘરે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની સાથે ઘણી વખત લૂંટ અને અકસ્માતો પણ બને છે. આ વખતે નોઈડા પોલીસે દારૂ પીને પાછા ફુલ થયેલા લોકોને ઘરે પહોંચાડવા માટે એક પ્લાન બનાવ્યો છે. તમે ઇચ્છો તો પોલીસ પર ભરોસો કરી ડ્રિંક કરીને ઢીમ થઈ શકો છો, પણ આમાં તમારું ખિસ્સું ખાલી થઈ જશે!
નોઈડા શહેરને સમગ્ર NCRમાં પાર્ટી હબ માનવામાં આવે છે. જીઆઈપી મોલ ખાતે ગાર્ડન ગેલેરિયા પાર્ટી માટે સૌથી પસંદગીનું સ્થળ છે. અહીં સેંકડો પબ અને બાર છે. આવી સ્થિતિમાં નોઈડા પોલીસે અહીં મહત્તમ તૈયારીઓ કરી છે. અધિક પોલીસ કમિશનર આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું કે, અમે GIP મોલ પાસે ત્રણ એમ્બ્યુલન્સ, ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે, જેથી પાર્ટી કરતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
દ્વિવેદીએ જણાવ્યું કે, જે લોકો પીધા પછી પાછા ફરે છે તેમના માટે આઠ કેબની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પોતે ઘરે જવાની સ્થિતિમાં નથી, તેને આ કેબ દ્વારા મોકલવામાં આવશે. આનો ખર્ચ તે વ્યક્તિએ જ ઉઠાવવો પડશે. પોલીસે આઠ કેબની તમામ વિગતો મેળવી તેમને આ કામમાં જોડ્યા છે.
પોલીસ નશામાં પડેલાઓને પણ ઈજાથી બચાવશે
ઘણીવાર એવું જોવા મળે છે કે, નશામાં ધૂત લોકો પડી જાય છે અને ગંભીર ઈજાઓ ભોગવતા હોય છે. નોઈડા પોલીસે પણ દારૂડિયાઓને તેનાથી બચાવવા માટે વ્યવસ્થા કરી છે. ACP રજનીશ વર્માએ જણાવ્યું કે, ગાર્ડન ગેલેરિયામાં પણ જાળી નાખવામાં આવી છે, જેથી લોકોને નુકસાન ન થાય. આ ઉપરાંત જ્યાં અંધારું છે, તે ડાર્ક સ્પોટ પર પણ લાઇટ લગાવવામાં આવી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર