Home /News /national-international /

નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, અનેક દર્દીઓ ફસાયા

નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, અનેક દર્દીઓ ફસાયા

મેટ્રો હોસ્પિટલમાં બચાવ કાર્ય પુરજોશમાં શરૂ છે.

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના નોઈડામાં મેટ્રો હોસ્પિટલમાં ગુરુવારે ભીષણ આગ લાગી છે. મેટ્રો હોસ્પિટલ નોઈડાના સેક્ટર 12માં આવેલી છે. આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

    સૂત્રો મુજબ, બે ડઝનથી વધુ દર્દી હોસ્પિટલની અંદર ફસાયેલા છે. તેમને રેસ્ક્યૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. હાલ તમામ દર્દી સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.

    આગની ઘટના બાદ હૉસ્પિટલમાં દાખલ થયેલા 11 દર્દીઓને નોઈડાના સેક્ટર 11માં આવેલી અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આગ લાગી ત્યારે હૉસ્પિટલના સ્ટાફે લાપરવાહી દાખવી હતી અને આગ ઠારવાનો પ્રયાસ નહોતો કર્યો. આ સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓના શ્વાસ ગુંગળાઈ ગયા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Noida, આગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन