Home /News /national-international /હોળીના દિવસે કારના દરવાજા ખોલી રસ્તા પર સ્ટંટ કરવા ભારે પડ્યા, પોલીસે બંને છોકરીને 23 હજારનો દંડ ફટકાર્યો

હોળીના દિવસે કારના દરવાજા ખોલી રસ્તા પર સ્ટંટ કરવા ભારે પડ્યા, પોલીસે બંને છોકરીને 23 હજારનો દંડ ફટકાર્યો

કારના દરવાજા ખોલી સ્ટંટ કરવો ભારે પડ્યો

પોલીસના જણાવ્યા અનુસાર નિયમોને નજરઅંદાજ કરવા પર કાર્યવાહી થઈ રહી છે. જીવ જોખમમાં નાખીને રીલ બનાવતા લોકો પર ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક વિભાગની ખાસ બાજનજર છે.

નોઈડા: હોળીના દિવસ પર તાંડવ મચાવવા પર કોઈ લાજશરમ ન રાખી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ ખાસ ડ્રાઈવ યોજી હતી. નોઈડા પોલીસે નિયમોની ધજ્જિયા ઉડાવતા લોકો પર મેમો ફાડી કાર્યવાહી કરી છે. નોઈડામાં ચાલતી કારમાં રીલ બનાવવા માટે દરવાજો ખોલીને લટકેલી બે છોકરીઓનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ નોઈડા પોલીસે કાર્યવાહી કરી હતી. નોઈડા ટ્રાફિક પોલીસે કારનો 23,500 રૂપિયાનો મેમો પકડાવી દીધો હતો.

આ પણ વાંચો: VIDEO: તહેવારના નામ પર ગંદી મજાક; જાપાની યુવતી પર દિલ્હીમાં લોકો તૂટી પડ્યા, એક્શનમાં આવી પોલીસ

પોલીસના જણાવ્યા અનુસાર નિયમોને નજરઅંદાજ કરવા પર કાર્યવાહી થઈ રહી છે. જીવ જોખમમાં નાખીને રીલ બનાવતા લોકો પર ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક વિભાગની ખાસ બાજનજર છે. હોળીના તહેવાર પર નોઈડા સેક્ટર 15 એની નજીક એક કાર જેમાં પાછળના દરવાજા ખોલી બંને તરફ છોકરીઓ બહાર લટકી રહી હતી. તેમને મેમો પકડાવી દેવામાં આવ્યો છે. એવું માનવામા આવે છે કે, રીલ બનાવવા માટે થઈને આવું કરવામાં આવ્યું હતું. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ત્યારે આવા સમયે ટ્રાફિક અધિકારીઓને ધ્યાને આવતા કાર્યવાહી કરીને 23,500 રૂપિયાનો મેમો પકડાવી દીધો છે.

રીલ વિરુદ્ધ ચાલુ રહેશે કાર્યવાહી


આપને જણાવી દઈએ કે, આ અગાઉ પણ સ્ટંટબાજ પર નોઈડા ટ્રાફિક વિગાગની પોલીસ સતત કાર્યવાહી કરતી આવી છે. થોડા દિવસ પહેલા નોઈડા સેક્ટરના 113ના પોલીસ ચોકીમાં એક એન્જીનિયર છોકરીએ પોતાની મિત્રની સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને સ્ટંટ કર્યો હતો અને વીડિયો સામે આવ્યા બાદ નોઈડા ટ્રાફિક વિભાગે કાર્યવાહી કરી હતી. નોઈડા ટ્રાફિક પોલીસના ડીસીપી અનિલ કુમાર યાદવે જણાવ્યું કે, રીલ બનાવવા અને જીવ જોખમમાં નાખીને વીડિયો બનાવનારા પર ટ્રાફિક પોલીસની ખાસ નજર છે. સોશિયલ મીડિયા પર જેવા વીડિયો ધ્યાનમાં આવશે કે તુરંત કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Latest viral video, Noida

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો