Corona પોઝિટિવ હોવાની આશંકામાં 19 વર્ષની યુવતીને બસમાંથી નીચે ફેંકી દીધી, હૃદય બંધ પડી જતાં મોત

News18 Gujarati
Updated: July 4, 2020, 2:03 PM IST
Corona પોઝિટિવ હોવાની આશંકામાં 19 વર્ષની યુવતીને બસમાંથી નીચે ફેંકી દીધી, હૃદય બંધ પડી જતાં મોત
પ્રતિકાત્મક તસવીર

યુવતીના ભાઈના કહેવા પ્રમાણે તેની બહેન અને માતા નોઇડાથી બસમાં બેઠાં હતાં, બસમાં ચઢતી વખતે તેની બહેનની તબિયત એકદમ સારી હતી.

  • Share this:
નોઇડા : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક 19 વર્ષની કોરોના (Coronavirus) શંકાસ્પદ યુવતીને ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાંથી નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપ છે કે યુવતી કોરોના શંકાસ્પદ હોવાને કારણે તેને ચાલુ બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી, જે બાદમાં તેણીનું મોત થઈ ગયું હતું. મોતનું કારણ હૃદય બંધ પડી જવાનું બતાવવામાં આવી રહ્યું છે.

ગરમીમાં ગભરામણથી બેભાન થઈ ગઈ હતી યુવતી

પ્રાપ્ત વિગત પ્રમાણે 19 વર્ષીય યુવતી ઉત્તર પ્રદેશના નોઇડાથી સિકોહાબાદ પોતાના પરિવાર સાથે જઈ રહી હતી. આ દરમિયાન રોડવેઝની બસના સ્ટાફ સાથે તેનો ઝઘડો થયો હતો. સ્ટાફે તેને શંકાસ્પદ હોવાને કારણે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 19 વર્ષની છોકરીનું મોત કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જ્યારે પરિવારનું કહેવું છે કે ગરમીને કારણે ગભરામણથી તેણી બેભાન થઈ ગઈ હતી. જે બાદમાં સ્ટાફને લાગ્યું હતું કે યુવતી કોરોના શંકાસ્પદ છે. જે બાદમાં મથુરામાં ટોલ પ્લાઝા પાસે ચાલુ બસમાંથી યુવતીને નીચે ફેંકી દેવામાં આવી હતી. આ દરમિયાન બસમાં સવાર લોકોએ પણ દખલગીરી કરી ન હતી અને તમાશો જોયો હતો.

આ પણ વાંચો : બૅબી હાથી દીવાલ પાર કરી શકતું ન હતું, માતાએ આ રીતે આપ્યો સહારો, વીડિયો વાયરલ

પોલીસનું શું કહેવું છે?

પોલીસનું કહેવું છે કે યુવતી સાથે મારપીટના કોઈ પુરાવા નથી. મંત પોલીસ સ્ટેશનના એસએચઓ ભીમસિંહે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમમાં મોતનું કારણે કુદરતી બતાવવામાં આવ્યું છે, આ માટે કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો. એસએચઓ ભીમસિંહે જણાવ્યું કે શંકાસ્પદ હોવાને કારણે યુવતીને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવી હતી. 

વીડિયો જુઓ : પૂરમાં બાઇક ચાલક તણાયો

આ પણ વાંચો : કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ અમે જાણકારી આપી : WHO

પિતા દિલ્હીમાં સુરક્ષા ગાર્ડ

યુવતીના પિતા દિલ્હીના પડપડગંજ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરે છે. દિલ્હીમાં વધી રહેલા કેસને કારણે પરિવાર પોતાના વતન સિકોહાબાદ જઈ રહ્યો હતો. યુવતીના ભાઈએ જણાવ્યું કે માતા અને બહેન નોઇડાથી બસમાં બેઠા હતા. બસમાં બેસતી વખતે તેની બહેનની તબીયત એકદમ સારી હતી. ભાઈ શિવે કહ્યું કે પોલીસે કેસ દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
First published: July 4, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading