Noida Security Guard Fight Viral Video: નોઇડાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિક્યોરિટી ગાર્ડ્સ અને સોસાયટીનાં રહીશો આપસમાં ઝપાઝપી કરતા નજરે ચડ્યા હતા.
નોઈડાઃ નોઈડાની વધુ એક સોસાયટીમાં મોટો ઝઘડો થયો છે. આ વખતે તો સમાજના પ્રમુખની ચૂંટણીને લઈને એવી મારામારી થઈ હતી કે લોકોએ લાકડીઓ કાઢી હતી અને જોરદાર મારામારી થઈ હતી. નોઈડામાં હાઈડ પાર્ક સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) ના પ્રમુખ પદ માટે જુદા જુદા ઉમેદવારોને સમર્થન આપતા લોકોના બે જૂથો વચ્ચે ગુરુવારે રાત્રે જોરદાર અથડામણ થઈ હતી.
લાકડીઓ ઊડી
ઝઘડો એટલો ઉગ્ર હતો કે તરત જ મારામારી શરૂ થઈ ગઈ હતી અને લોકો લાકડીઓ લઈ ફરી વળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોસાયટીના લોકો ગાર્ડ સાથે લડતા પણ જોવા મળી રહ્યા છે.
રહેવાસીઓએ સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ કર્યું
ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ અનુસાર અનુસાર, એસોસિએશનની ચૂંટણીને લઈને વિવાદ બાદ સોસાયટીના રહેવાસીઓએ સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. તેનો VIDEO VIRAL થઈ રહ્યો છે, જેમાં એક મહિલા લેડી ગાર્ડના વાળ ખેંચતી અને થપ્પડ મારતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, આ લડાઈમાં સોસાયટીની બે મહિલાઓ પણ ઘાયલ થઈ છે, ત્યારબાદ બે ખાનગી સુરક્ષા ગાર્ડને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાના સમાચાર છે.
#WATCH | UP: Two groups of people supporting different candidates for post of Apartment Owners Association President of Noida's Hyde Park society got into a clash yesterday. 2 women had minor injuries. Complaint registered, 2 guards detained: DCP Noida
પોલીસે જણાવ્યું કે નોઈડા સેક્ટર 113 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 78માં હાઈડ પાર્કના રહેવાસીઓના બે જૂથો ગુરુવારે રાત્રે અથડામણ થઈ હતી, જેમાં ગાર્ડ્સ પણ સામેલ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA)ના પ્રમુખના પદને લઈને રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અધુરામાં પૂરું ગાર્ડ્સ પણ લડાઈમાં જોડાયા હતા, જેમાં બે મહિલાઓને ઈજા થઈ. તેમણે કહ્યું હતું કે ઘાયલ મહિલાઓની ફરિયાદને પગલે બે ગાર્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે લડાઈ પાછળનું સાચું કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. Social Media પર Viral થયેલા અથડામણની વીડિયો ક્લિપમાં એક મહિલા સુરક્ષાકર્મીને થપ્પડ મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં સોસાયટીની મહિલા લેડી ગાર્ડના વાળ જોરથી ખેંચતી જોવા મળે છે. આજુબાજુ ગાર્ડ્સની ભીડ જોવા મળી રહી છે પાછળથી ઝપાઝપીનાં દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
આ Video ને પગલે હવે સુરક્ષાને લગતા ઘણા સવાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર