Home /News /national-international /દિલ્હી: ધો. 9ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, બે શિક્ષકો સામે નોંધાઈ ફરિયાદ

દિલ્હી: ધો. 9ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, બે શિક્ષકો સામે નોંધાઈ ફરિયાદ

નોએડામાં મંગળવારે નવમા ધોરણમાં ભણતી 15 વર્ષની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. તેણે કાલે બપોરે સેક્ટર 52 સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સાંજે લગભગ સડા ચાર કલાકે પરિવારના લોકો ઘરે આવ્યાં ત્યારે આ ઘટનાની જાણ તેમને થઈ. આ વિદ્યાર્થીની તેનું રિઝલ્ટ આવ્યું તેમાં નપાસ થઈ ગઈ હતી. પરિવારે શાળા પ્રસાશન પર વિદ્યાર્થીનીને હેરાન કરવા સહિત અન્ય ગંભીર આરોપો પણ લગાવ્યાં હતાં.

આ બાળકીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમની દીકરીએ તેમને જણાવ્યું હતું કે તેના સામાજિક વિજ્ઞાનના શિક્ષક તેણે ખોટી રીતે અડક્યાં હતાં. હું પણ એક શિક્ષક છું એટલે મેં કહ્યું તે એવું ન કરી શકે. કદાચ કોઈ ભૂલ થઈ હશે. પરંતુ તેણે કહ્યું હતું કે હું ડરી ગઈ છું અને કેટલુંય સારું લખું તો પણ તે એને નપાસ જ કરી દેશે અને તે આ વિષયમાં સાચે જ ફેઈલ થઈ ગઈ. તેની શાળાએ જ હત્યા કરી છે.



દિલ્હીની એલકોન સ્કૂલની વિદ્યાર્થીનીના મામલામાં પોલીસે મંગળવારે રાતે 1 કલાકે બે સ્કૂલ ટીચર રાજીવ સહગલ, નીરજ આનંદ અને શાળાના પ્રિન્સિપલ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉપસાવા તથા જાનથી મારવાની ધમકી આપવાની ધારામાં કોતવાલી સેક્ટર 24માં મામલો નોંધાવ્યો છે.

જાણકારી પ્રમાણે મંગળવારે બપોરે પરિવારના લોકો ક્યાંક ગયા હતાં. કિશોરી ઘરે એકલી હતી. આશરે સડાચારે જ્યારે પરિવારના લોકો ઘરે પહોંચ્યાં ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. કેટલીય મહેનતે ઘરની અંદર પ્રવેશ કર્યો તો જોયું વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો છે. પરિવારે તેણે તાત્કાલિત નીચે ઉતારી અને પાસેના હોસ્પિયલમાં લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરી.
First published:

Tags: Student suicide, દિલ્હી