Home /News /national-international /જશ્ન હોય તો આવો... નોબલ પુરસ્કાર વિજેતાને લોકોએ ઉંચકીને તળાવમાં ફેંક્યા, વીડિયો વાયરલ
જશ્ન હોય તો આવો... નોબલ પુરસ્કાર વિજેતાને લોકોએ ઉંચકીને તળાવમાં ફેંક્યા, વીડિયો વાયરલ
જશ્ન મનાવવાની અનોખી પરંપરા
Nobel Prize winner: સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પેબોને 'માનવની ઉત્ક્રાંતિ' પર તેમની શોધ માટે આ વર્ષનું મેડિસિનનું નોબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યું છે. હવે તેની ઉજવણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ દિવસોમાં દુનિયાભરમાં નોબલ પુરસ્કારની ચર્ચા થઇ રહી છે. આ વર્ષના વિનારોના નામનું એલાન કરી દેવામાં આવ્યું છે. ચિકિત્સા ક્ષેત્રમાં આ વર્ષનો નોબલ પુરસ્કાર 'માનવના ક્રમિક વિકાસ' પર શોધને લઇ સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પેબોને આપવાની ઘોષણા કરવામાં આવી છે. પુરસ્કારોના એલાન સાથે જ પેબોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એમના સાથીઓ તેમને તળાવમાં ફેંકી રહ્યા છે.
આ વીડિયો પોતે નોબલ પ્રાઈઝના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા લખવામાં આવ્યું છે કે એમના સાથીઓએ પારંપરિક અંદાજમાં જશ્ન મનાવ્યો. ખરેખર, મેક્સ પ્લેન્ક સંસ્થાનમાં આ પરંપરા છે કે જે લોકો PHDની ડિગ્રી લે છે એમને તળાવમાં ફેંકી જશ્ન મનાવવામાં આવે છે. પરંતુ પેબોના નોબલ પુરસ્કાર જીત્યા પછી પણ આ જ રીતે જશ્ન મનાવવામાં આવ્યો.
આ વીડિયો ક્લિપમાં પેબોએ એમના ત્રણ સહયોગી દ્વારા એક તળાવમાં ફેકતા જોઈ શકાય છે. ચારે બાજુ જશ્નમાં તાળીઓ વાગી રહી છે. મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટે પણ આ સમારોહની તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે, 'પોતાના સહકર્મીઓ દ્વારા પકડાઈ જવા અને પોતાની સંસ્થાના પોન્ડમાં ફેંકવા સાથે જશ્ન મનાવવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે.
પુરસ્કાર સમિતિએ જણાવ્યું કે તેમની શોધે "આપણી રોગપ્રતિકારક શક્તિ અને માનવીઓની લુપ્ત થતી પ્રજાતિઓની સરખામણીમાં આપણને અનન્ય બનાવે છે તે પરિબળો પર મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરી છે." નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેને સોમવારે સ્ટોકહોમ, સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટમાં જણાવ્યું હતું. 67 વર્ષના પેબોએ આધુનિક માનવની એની સાથે ખુબ જ મળતી વિલુપ્ત પ્રજાતિઓ નિએન્ડરથલ્સ અને ડેનિસોવનના જીનોમની સરખામણી કરવા માટે એક નવી ટેકનિક વિકસાવવાના સંશોધકોનું નેતૃત્વ કર્યું છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર