નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિકનો દાવો, Corona ફેલાવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે હવા

News18 Gujarati
Updated: June 13, 2020, 4:08 PM IST
નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિકનો દાવો, Corona ફેલાવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે હવા
પ્રતિકાત્મક તસવીર

અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીને રોકવામાં વિશ્વ એટલા માટે નિષ્ફળ રહ્યું કેમ કે, તેમણે હવા દ્વારા વિષાણુ ફેલાવવાની ગંભીરતાને ઓળખી ન હતી

  • Share this:
લોસ અન્જિલિસ : Coronavirus હવા દ્વારા ફેલાતો હોય તેવું બની શકે છે, હવાથી લોકો વધારે સંક્રમિત થતા હોઈ શકે છે. એક અભ્યાસમાં દુનિયાભરમાં આ મહામારી ફેલાવવાના મુખ્ય ત્રણ કેન્દ્રોમાં વિષાણુના પ્રકોપનું તારણ કરવામાં આવ્યું છે.

રસાયણ વિજ્ઞાનમાં 1995માં નોબલ પુરસ્કાર જીતનારા મારિયો જે મોલિનો સહિત વૈજ્ઞાનિકોએ મહામારીના ત્રણ કેન્દ્રો ચીનના વુહાન, અમેરિકામાં ન્યૂયોર્ક શહેર અને ઈટલીમાં આ સંક્રમણની પ્રવૃત્તિ અને નિયંત્રણના પગલાઓનું તારણ કરી કોવિડ-19ના ફેલાવવાના માર્ગોનું તારણ કાઢ્યું છે.

શોધકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન લાંબા સમયથી માત્ર સંપર્કમાં આવનારા સંક્રમણને રોકવા પર ધ્યાન આપતું હતું અને કોરોના વાયરસના હવા દ્વારા ફેલાવવાના તથ્યને નજરઅંદાજ કરવામાં આવ્યું હતું.

હવાથી ફેલાવનાર પ્રસાર અત્યાધિક સંક્રામક

પત્રિકા 'પીએનએએસ'માં પ્રકાશિત અભ્યાસના આધાર પર તેમણે કહ્યું કે, હવાથી ફેલાવનાર પ્રસાર વધારે સંક્રામક છે, અને આ આ બીમારી ફેલાવવાનો મુક્ય માર્ગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, નોબેલ પુરસ્કાર જીતનારા વૈજ્ઞાનિકનો દાવો છે કે, કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ હવા જ હોઈ શકે છે. સામાન્ય રીતે નાકેથી શ્વાસ લેવાથી વિષાણુવાળા એરોસોલ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.

સુક્ષ્મ કણ અથવા તરલ બૂંદ હવા અથવા કોઈ અન્ય ગેસમાં કોલાઈડને એરોસોલ કહેવામાં આવે છે. કોઈ સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અથવા છીંકે તો તેમાંથી નીકળેલા કણ મનુષ્યના વાળની મોટાઈ જેટલા આકારના એરોસોલ્સમાં અનેક વિષાણુ હોવાની આશંકા હોય છે.શોધકર્તા અનુસાર, અમેરિકામાં લાગૂ સામાજિક ડિસ્ટન્સના નિયમ જેવા અન્ય રોકથામના ઉપાય અપર્યાપ્ત છે. તેમણે કહ્યું કે, અમારા અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીને રોકવામાં વિશ્વ એટલા માટે નિષ્ફળ રહ્યું કેમ કે, તેમણે હવા દ્વારા વિષાણુ ફેલાવવાની ગંભીરતાને ઓળખી ન હતી. તેમણે નિષ્કર્ષ નિકાળ્યું છે કે, સાર્વજનિક સ્થાનો પર ફરજિયાત ચહેરા પર માસ્ક લગાવવાથી બીમારીને ફેલાવવાથી રોકવામાં ગણી મદ મળી શકે છે.
First published: June 13, 2020, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading