Malala Yousafzai Marriage: નોબેલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફઝાઈએ લગ્ન કર્યા, બર્મિંઘમમાં સેરેમની થઈ

મલાલાએ બ્રિટનમાં અસર મલિક નામના યુવક સાથે નિકાહ કરી લીધા છે. (Image credit- Twitter/@Malala)

Malala Yousafzai Marriage: મલાલાએ ટ્વીટ કરી છે કે ‘આજનો દિવસ મારા જીવનનો અનમોલ દિવસ છે. અસર અને હું જીવનભરના સાથી બનવા માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.’

  • Share this:
    બર્મિંઘમ. નોબેલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફઝાઈ (Nobel Peace Prize laureate Malala Yousafzai) 24 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. મંગળવારે તેણે બ્રિટનમાં અસર મલિક (Asser Malik) નામના યુવક સાથે નિકાહ (Malala Yousafzai Marriage) કરી લીધા છે. આ વાતની જાણકારી મલાલાએ ટ્વિટ કરીને આપી છે. કાર્યક્રમનું આયોજન બર્મિંઘમ સ્થિત નિવાસ પર થયું. મલાલાએ લોકોને દુઆ કરવાની અપીલ કરી છે. મહિલાઓના શિક્ષણ માટે અભિયાન ચલાવનારી મલાલાને પાકિસ્તાનમાં વર્ષ 2012માં તાલિબાનીઓએ ગોળી મારી દીધી હતી.

    મલાલાએ ટ્વીટ કરી કે, ‘આજનો દિવસ મારા જીવનનો અનમોલ દિવસ છે. અસર અને હું જીવનભરના સાથી બનવા માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.’ મલાલા યુસુફઝાઈએ ટ્વીટર પર લગ્ન સમારોહના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા. નોબેલ પુરસ્કાર વિજેતાએ પોતાના પતિ વિશે વધુ કોઈ માહિતી આપી નથી. જોકે, ઇન્ટરનેટ યુઝર્સે તેની ઓળખ અસર મલિક તરીકે કરી છે.

    કોણ છે અસર મલિક?

    અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના જનરલ મેનેજર છે. મલાલાને દુનિયાના કેટલાય દેશોમાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાં મહિલાઓના હક માટે કામ કરવા માટે અને નીડરતા દાખવવા માટે સન્માન મળ્યું છે. જોકે, પાકિસ્તાનમાં તેના કામને લઈને લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી છે.



    ત્રણ મહિના પહેલાં જ લગ્નપ્રથા પર ઉઠાવ્યા હતા સવાલ

    આ વર્ષે જુલાઈમાં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં મલાલાએ લગ્ન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. બ્રિટિશના વોગ મેગેઝીન સાથેની વાતચીતમાં મલાલાએ કહ્યું હતું કે, ‘મને હજુ પણ સમજણ નથી પડતી કે શું લોકોએ લગ્ન કરવા જરૂરી છે. જો તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ ઈચ્છો છો, તો તમને નિકાહના કાગળ પર હસ્તાક્ષર કરવાની જરૂર શું છે. આ ફક્ત ભાગીદારી કેમ ન હોઈ શકે?’

    આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં લોકોને હવે પોતાની મરજીથી મૃત્યુ પામવાનો અધિકાર, ઈચ્છા-મૃત્યુનો કાયદો લાગુ થયો

    પાકિસ્તાનમાં મલાલાના નિવેદનની ટીકા થઈ હતી

    મલાલા યુસુફઝાઈના આ નિવેદનની પાકિસ્તાનમાં ઘણી ટીકા થઈ હતી. ત્યાંના ધારાશાસ્ત્રીઓ, મોલવીઓ, શિક્ષણવિદો અને નાગરિકો સહિતના લોકોએ પશ્ચિમી વિચારધારાનો હવાલો આપીને મલાલાના નિવેદનને વખોડ્યું હતું. કેટલાક લોકોએ એવું પણ માન્યું કે તે ‘કાયદેસર પાર્ટનર’ સાથે ફેમિલી બનાવવાના કોન્સેપ્ટને નકારી રહી છે. ત્યારબાદ મલાલાના પિતાએ ખુલાસો કરવો પડ્યો કે, આ વાતમાં કોઈ સત્ય નથી. મીડિયા અને સોશ્યલ મીડિયાએ ઇન્ટરવ્યૂનો એક ભાગ લઈને તેનું ખોટું અર્થઘટન કર્યું છે.
    Published by:Nirali Dave
    First published: