Home /News /national-international /Nobel Prize 2022: ઇકોનોમિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું
Nobel Prize 2022: ઇકોનોમિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું
અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ જાહેર
Nobel Prize in Economics 2022: આ વર્ષનાં અર્થશાસ્ત્ર માટેનાં નોબલ પ્રાઇઝની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે એસ. બર્નાન્કે, ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડિએબવિગ આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું છે.
Nobel Prize 2022: અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. અર્થશાસ્ત્રનાં ક્ષેત્રમાં 2022નાં નોબલ પ્રાઇઝનું એલાન કરવામાં આવ્યું છે અગાઉ મેડિસિન, પીસ, લિટરેચર વગેરેનાં નોબલ પ્રાઇઝ જાહેર કરવામાં આવી ચૂક્યા છે અને હવે અર્થશાસ્ત્રનાં નોબલ પ્રાઇઝની પણ જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું છે.
નાણાકીય કટોકટી પર સંશોધન
રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાયન્સ દ્વારા એસ. બર્નાન્કે, ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડિએબવિગને અર્થશાસ્ત્ર વિજ્ઞાન માટે 2022નું સ્વેરિજેસ રિક્સબેંક પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ત્રણ અર્થશાસ્ત્રીઓને "બેંક અને નાણાકીય કટોકટી પરના તેમના સંશોધન માટે" નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrizepic.twitter.com/cW0sLFh2sj
તેમના સંશોધન અનુસાર બેન્કોનું સમાજમાં શું મહત્વ છે? બેન્ક બંધ થવાની અફવાની કેવી અસર થઈ શકે છે? સમાજમાં તેની ભૂમિકા શું છે? વગેરે બાબતોની સ્પષ્ટતા મળી જાય છે. એટલું જ નહીં તેમણે કેટલાક સમાધાન પણ સૂચવ્યા હતા.
રસાયણશાસ્ત્રમાં કોને મળ્યું?
અગાઉ આ વર્ષે આ એવોર્ડ USની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલીન બર્ટોઝી, યુનિવર્સિટી ઓફ કોપનહેગન (ડેનમાર્ક)ના મોર્ટન મિલ્ડલ અને યુએસએના સ્ક્રિપ્સ રિસર્ચ સેન્ટરના કે.કે. બેરી શાર્પલેસ આપવામાં આવી છે. ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયોર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ભૌતિકશાસ્ત્રમાં કોને મળ્યું?
અગાઉ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે આ દુનિયાનો સૌથી મહત્વનો માનવમાં આવતો પુરસ્કાર સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર દ્વારા જીતવામાં આવ્યો હતો. "એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત પણ અગાઉ થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે.
શું છે નોબેલ પ્રાઇઝ?
આ પુરસ્કારની શરૂઆત નોબેલ ફાઉન્ડેશન તરફથી 1901માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તે લોકોને સન્માનિત કરવામાં આવે છે જેમણે ગત વર્ષ દરમિયાન માનવ જાતિને સૌથી મોટો ફાયદો પહોંચાડ્યો હોય. આ પુરસ્કાર શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં દુનિયાનો સૌથી પ્ર્તિષ્ઠિત ઍવોર્ડ છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર