Home /News /national-international /નોબેલ પ્રાઇઝ 2021 : મેડિસનમાં ડેવિડ જૂલિયસ-અર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત એવોર્ડ

નોબેલ પ્રાઇઝ 2021 : મેડિસનમાં ડેવિડ જૂલિયસ-અર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત એવોર્ડ

મેડિસનમાં ડેવિડ જૂલિયસ-અર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત નોબેલ એવોર્ડ (તસવીર - Twitter/@NobelPrize))

Nobel Prize 2021- નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમેને (Thomas Perlmann) કરી

  નોર્વે : નોબેલ પુરસ્કાર 2021ની (Nobel Prize 2021) જાહેરાત થઇ ગઈ છે. ફિઝિયોલોજી કે મેડિસનમાં અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જૂલિયસ (David Julius)અને અર્ડેમ પટાપૌટિયનને (Ardem Patapoutian)સંયુક્ત નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તેમને તાપમાન અને સ્પર્શ માટે રિસેસ્ટર્સની શોધ માટે સન્માન આપવામાં આવ્યું છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમેને (Thomas Perlmann) કરી છે.

  શું છે નોબેલ પ્રાઇઝ?

  આ પુરસ્કારની શરૂઆત નોબેલ ફાઉન્ડેશન તરફથી 1901માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તે લોકોને સન્માનિત કરવામાં આવે છે જેમણે ગત વર્ષ દરમિયાન માનવ જાતિને સૌથી મોટો ફાયદો પહોંચાડ્યો હોય. આ પુરસ્કાર શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તેમાં વિજેતાને એક મેડલ, એક ડિપ્લોમાં અને મોનેટરી એવોર્ડ આપવામાં આવે છે.

  આ પણ વાંચો - Explained: કેટલો ડ્રગ્સનો જથ્થો પકડાવા પર કેટલો દંડ અને કેટલી જેલ થાય છે? NDPS Act વિશે બધું જાણો

  છેલ્લા 10 વર્ષમાં મેડિસિનમાં નોબેલ પ્રાઈઝના વિજેતાઓની યાદી

  2011: શરીરની રોગપ્રતિકારક શક્તિ પર કામ કરવા બદલ અમેરિકાના બ્રુસ બેઉટલર, ફ્રાન્સના જુલ્સ હોફમેન અને કેનેડાના રાલ્ફ સ્ટેઈનમેન

  2012: એડલ્ટ કોષોને કેવી રીતે સ્ટેમ સેલમાં પાછા રૂપાંતરિત કરી શકાય છે, તે અંગેની શોધ બદલ જાપાનની શાઈનાયા યામાનાકા અને બ્રિટનના જ્હોન બી. ગુર્ડન

  2013: સેલ તેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું આયોજન કેવી રીતે કરે છે, તેની શોધ બદલ યુ.એસ.ના થોમસ સી. સુધફ અને અમેરિકાના જેમ્સ ઈ. રોથમેન અને રેન્ડી શેકમેન

  2014: મગજ આંતરિક જીપીએસ સાથે કેવી રીતે નેવિગેટ કરે છે, તે શોધવા બદલ અમેરિકન મૂળના જ્હોન ઓ'કીફ, એડવર્ડ આઇ. મોઝર અને નોર્વેના મે-બ્રિટ મોઝરન.

  2015: મેલેરિયા અને રાઉન્ડવોર્મની સારવારમાં માર્ગ મોકળો કરવા માટે અમેરિકના વિલિયમ કેમ્પબેલ, જાપાનના સાતોશી ઓમુરા અને ચીનના તુ યુયુન

  2016: કોષો પોતાને ખાતા હોવાની પ્રક્રિયા એટોડગી અને પ્રક્રિયા વિક્ષેપિત થાય ત્યારે પાર્કિન્સન્સ અને ડાયાબિટીસનું કારણ બની શકે તે અંગેની શોધ બદલ જાપાનના યોશિનોરી ઓહસુમી

  2017: જૈવિક ઘડિયાળ પર શોધો બદલ યુ.એસના જેફરી હોલ, માઇકલ રોઝબાશ અને માઇકલ યંગ

  2018: કેન્સરની સારવારમાં રોગપ્રતિકારક તંત્રની કામગીરીની શોધ બાબતે યુ.એસ.ના ઇમ્યુનોલોજિસ્ટ જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જો

  2019: કોશિકાઓ કેવી પ્રતિક્રિયા આપે છે અને અલગ અલગ ઓક્સિજનના સ્તરને કઈ રીતે અનુકૂળ થાય છે તેની સમજ સ્થાપિત કરવા માટે યુ.એસ.ના વિલિયમ કેલિન અને ગ્રેગ સેમેનઝા અને બ્રિટનના પીટર રેટક્લિફ

  2020: હેપેટાઇટિસ સી વાયરસ અને એન્ટી વાયરલ દવા બાબતે શોધ બદલ અમેરિકાના હાર્વે ઓલ્ટર અને ચાર્લ્સ રાઇસ, બ્રિટનના માઇકલ હ્યુટન
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ardem Patapoutia, David Julius, Nobel Prize 2021

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन