ઓક્શન થિયેરીમાં સુધારા માટે પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને અર્થશાસ્ત્રનું નોબેલ

ઓક્શન થિયેરીમાં સુધારા માટે પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને અર્થશાસ્ત્રનું નોબેલ
ઓક્શન થિયેરીમાં સુધારા માટે પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને અર્થશાસ્ત્રનું નોબેલ

આ પુરુસ્કાર આપનાર સમિતિએ કહ્યું કે અમેરિકી અર્થશાસ્ત્રીઓનું હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રોરુપોના આવિષ્કારમાં સુધાર કરવાનું કામ પ્રશંસનીય છે

 • Share this:
  નવી દિલ્હી : અર્થસાસ્ત્રનો નોબેલ પુરુસ્કાર-2020 (nobel prize 2020 in economic sciences)પોલ આર મિલગ્રોમ ( paul r milgrom) અને રોબર્ટ બી વિલ્સનને (robert b wilson) આપવામાં આવ્યો છે. આ બંને અર્થશાસ્ત્રીઓને આ સન્માન તેમના હરાજીના સિદ્ધાંત (auction theory)અને નવી હરાજીના પ્રારુપોના આવિષ્કારોમાં સુધારા માટે આપવામાં આવ્યો છે. આ પુરુસ્કાર આપનાર સમિતિએ કહ્યું કે અમેરિકી અર્થશાસ્ત્રીઓનું હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રોરુપોના આવિષ્કારમાં સુધાર કરવાનું કામ પ્રશંસનીય છે.

  72 વર્ષીય મિલગ્રોમ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં માનવિકી અને વિજ્ઞાનના પ્રોફેસર છે. 83 વર્ષીય વિલ્સન સ્ટેનફોર્ડમાં એડમ્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર, એમેરિટસ છે.  આ પણ વાંચો - ઇટ-સિમેન્ટ-રેતી અને સ્ટિલ વગર સસ્તામાં બનાવી શકો છો મકાન, જાણો નવી ટેકનોલોજી વિશે

  નોબેલ સમિતિએ કહ્યું કે તેમની શોધએ દુનિયાભરના વિક્રેતાઓ, ખરીદારો અને કરદાતાઓને લાભ પહોંચાડ્યો છે. આ જોતા વિજેતાઓ દ્વારા વિકસિત હરાજી પ્રોરુપોનો ઉપયોગ રેડિયા આવૃતિઓ, માછલી પકડવાના કોટા અને હવાઇ અડ્ડાના લેન્ડિંગ સ્લોટ વેચવા માટે કરવામાં આવ્યો છે.

  વિજેતાની જાહેરાત સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સેસના મહાસચિવ ગોરાન હેંસન દ્વારા કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:October 12, 2020, 16:26 pm

  ટૉપ ન્યૂઝ