Home /News /national-international /

કોરોનાની રસી શોધનારને મળી શકે છે નોબેલ પ્રાઈઝ, છેલ્લા 10 વર્ષમાં આટલા સંશોધકોને મળ્યો છે પુરસ્કાર

કોરોનાની રસી શોધનારને મળી શકે છે નોબેલ પ્રાઈઝ, છેલ્લા 10 વર્ષમાં આટલા સંશોધકોને મળ્યો છે પુરસ્કાર

નોબેલ પ્રાઈઝ

Nobel prize- આ વર્ષના નોબેલમાં 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (1.1 મિલિયન ડોલર, એક મિલિયન યુરો) જેટલી રકમ આપવામાં આવશે

કોરોના વાયરસ મહામારીથી (Covid-19 pandemic)વિશ્વને બચાવવા માટે રસી બનાવનારા બે વૈજ્ઞાનિકોને મેડિસિનનો નોબેલ પુરસ્કાર (medicine Nobel prize)મળી શકે છે. આજે તેની જાહેરાત પણ થઈ શકે છે. કોરોના વેક્સિન બનાવનારા બે વૈજ્ઞાનિકો હંગેરીના કેટલીન કરીકો (Katalin Kariko)અને અમેરિકાના ડ્રુ વેઇઝમેનના (Drew Weissman)નામની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સ્વીડિશ વિજ્ઞાન પત્રકાર ઉલ્રિકા બિજોર્ક્સટેને કહ્યું હતું કે, કોરોના રસી બનાવનારા વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ.

મંગળવારે ભૌતિકશાસ્ત્ર અને બુધવારે રસાયણશાસ્ત્ર અંગેના પ્રાઈઝ સાથે નોબેલ પ્રાઈઝ (Nobel prize)આપવાનું શરૂ થશે. ત્યારબાદ ગુરુવારે સાહિત્ય માટે અને શુક્રવારે શાંતિ માટે નોબલ પુરસ્કાર અપાશે. 11 ઓક્ટોબરના રોજ અર્થશાસ્ત્રનું પ્રાઈઝ આપવામાં આવશે. આ વર્ષના નોબેલમાં 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (1.1 મિલિયન ડોલર, એક મિલિયન યુરો) જેટલી રકમ આપવામાં આવશે. જે કેટલીન કરીકો અને ડ્રુ વેઇઝમેનને મળે તેવી શક્યતા છે. 2005માં પ્રકાશિત થયેલા તેમના સંશોધનોએ ફાઇઝર - BioNTech અને મોર્ડના રસીઓ બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. જેના કારણે ઘણા લોકોને જીવ બચી ગયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, પરંપરાગત રસી વિકસાવવામાં એક દાયકા અથવા તેથી વધુ સમય લાગે છે. જોકે, મોર્ડના રસીને 63 દિવસનો સમય લાગ્યો. mRNA શરીરના DNAમાંથી તેના કોષોમાં સંદેશાઓ મોકલે છે. જેમાં રોગ સામે લડવા માટે પ્રોટીન ઉત્પન્ન કરવાની જરૂર હોવાનો મેસેજ હોય છે. mRNA મેસેન્જરની શોધ 1961માં કરવામાં આવી હતી. પરંતુ વૈજ્ઞાનિકોને આ પદ્ધતિથી સારવાર કરવામાં દાયકાઓ લાગ્યા હતા.

સ્વીડનના સાયન્સ જર્નલિસ્ટ ઉલ્રિકા બિજોર્ક્સટેને કહ્યું હતું કે, કોરોના રસી બનાવનારા વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જ જોઇએ. તેમને નોબેલ પુરસ્કાર ન આપવો એ એક મોટી ભૂલ હશે. ઘણા વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે, બંને રસી ઉત્પાદકોને નોબેલ પુરસ્કાર મળવાની ખાતરી છે. ભલે આ વર્ષે તે ન મળે, પણ ગમે ત્યારે મળવો જોઈએ. જ્યારે આ પુરસ્કારના સર્જક અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલે જણાવ્યું હતું કે, આ પુરસ્કારો એવા લોકોને મળવા જોઈએ જેમણે માનવજાતને સૌથી વધુ લાભ આપ્યો છે.

કમિટીની રૂઢિચુસ્તતા

આ બાબતે વાત કરતાં સ્વીડનની કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અલી મિરાજમીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વને વિનાશના આરે લાવી દીધું છે. આવી પરિસ્થિતિમાં mRNA રસી ટેકનોલોજી બનાવનારા વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળવો જ જોઇએ. મને ખાતરી છે કે, આ વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં આવશે. જોકે, તેમણે મજાકમાં કહ્યું હતું કે, રસી બનાવતા વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર મોડો મળશે. કારણ કે, તેઓ ઘણા નાના છે, નોબેલ સમિતિ એવોર્ડ આપવા માટે 80 વર્ષને પાર કરવાની રાહ જુએ છે!

દર વખતે સંભવિત વિજેતાઓની યાદી પ્રકાશિત થાય છે. આ યાદી ક્લેરિવેટ એનાલિટિક્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારે ક્લેરિવેટ એનાલિટિક્સના ડેવિડ પેન્ડલબરી કહે છે કે, મને નથી લાગતું કે તેમને પુરસ્કાર મળશે. હું સમિતિની પસંદગીની રૂઢિચુસ્તતા વિશે વિચારું છું. આગામી વર્ષોમાં આ બાબતે વિચારણા કરવામાં આવે, પરંતુ મને આ વર્ષ માટે શંકા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પુરસ્કાર સંભવત: 88 વર્ષીય અમેરિકન મેક્સ કૂપર અને 90 વર્ષીય ફ્રેન્ચ-ઓસ્ટ્રેલિયન જેક્સ મિલરને મળશે. તેમણે રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક શ્વેત રક્ત કોશિકાઓને બે કેટેગરીમાં વિભાજિત કરવાની શોધ કરી છે. આ શોધ પણ કોરોના મહામારી સામે સંકળાયેલી છે. તેમને 2019માં નોબેલ પ્રાઈઝ જેવો લાસ્કર પ્રાઈઝ પણ મળ્યો હતો. પણ નોબલ પ્રાઈઝ હજી મળ્યો નથી.

કોણ કોણ છે હરીફાઈમાં?

નોબેલને લાયક માનવામાં આવતા અન્ય સંશોધકોમાં સેલ એધેશનના ક્ષેત્રમાં પાયોનિયર સમાન જાપાનના મસાતોશી તાકેચી, યુએસ-ફિનલેન્ડના વૈજ્ઞાનિક એર્ક્કી રુઓસ્લાહતી અને બ્રિટિશ જીવવિજ્ઞાની રિચાર્ડ હાયનેસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્તન કેન્સર સામેની લડાઈમાં અમેરિકન ડેનિસ સ્લેમોન, જનીન સારવાર બાબતે મેરી-ક્લેર કિંગ, રેટ સિન્ડ્રોમ માટે જવાબદાર જીનોમની શોધ કરનાર હુડા ઝોગ્બી, રૂમેટોઇડ આર્થરાઇટિસમાં સાયટોકિનની ભૂમિકાની ઓળખ કરનાર ઓસ્ટ્રેલિયન-બ્રિટિશ માર્ક ફેલ્ડમેન અને બ્રિટન રવિન્દર મૈની, એન્ટિબાયોટિક રસિસ્ટન્સ બાબતે યુકેના જુલિયન ડેવિસનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જાન્યુઆરીના અંતમાં નોમીનેશનન બંધ થઈ ગયા હતા અને તે સમયે કોરોના વાયરસ મોટા ભાગે ચીન પૂરતો મર્યાદિત હતો. 2020નો પુરસ્કાર હેપેટાઇટિસ સી વાયરસની શોધ અંગે દેવાયો હતો.

છેલ્લા 10 વર્ષમાં મેડિસિનમાં નોબેલ પ્રાઈઝના વિજેતાઓની યાદી

2011: શરીરની રોગપ્રતિકારક શક્તિ પર કામ કરવા બદલ અમેરિકાના બ્રુસ બેઉટલર, ફ્રાન્સના જુલ્સ હોફમેન અને કેનેડાના રાલ્ફ સ્ટેઈનમેન

2012: એડલ્ટ કોષોને કેવી રીતે સ્ટેમ સેલમાં પાછા રૂપાંતરિત કરી શકાય છે, તે અંગેની શોધ બદલ જાપાનની શાઈનાયા યામાનાકા અને બ્રિટનના જ્હોન બી. ગુર્ડન

2013: સેલ તેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું આયોજન કેવી રીતે કરે છે, તેની શોધ બદલ યુ.એસ.ના થોમસ સી. સુધફ અને અમેરિકાના જેમ્સ ઈ. રોથમેન અને રેન્ડી શેકમેન

2014: મગજ આંતરિક જીપીએસ સાથે કેવી રીતે નેવિગેટ કરે છે, તે શોધવા બદલ અમેરિકન મૂળના જ્હોન ઓ'કીફ, એડવર્ડ આઇ. મોઝર અને નોર્વેના મે-બ્રિટ મોઝરન.

2015: મેલેરિયા અને રાઉન્ડવોર્મની સારવારમાં માર્ગ મોકળો કરવા માટે અમેરિકના વિલિયમ કેમ્પબેલ, જાપાનના સાતોશી ઓમુરા અને ચીનના તુ યુયુન

2016: કોષો પોતાને ખાતા હોવાની પ્રક્રિયા એટોડગી અને પ્રક્રિયા વિક્ષેપિત થાય ત્યારે પાર્કિન્સન્સ અને ડાયાબિટીસનું કારણ બની શકે તે અંગેની શોધ બદલ જાપાનના યોશિનોરી ઓહસુમી

2017: જૈવિક ઘડિયાળ પર શોધો બદલ યુ.એસના જેફરી હોલ, માઇકલ રોઝબાશ અને માઇકલ યંગ

2018: કેન્સરની સારવારમાં રોગપ્રતિકારક તંત્રની કામગીરીની શોધ બાબતે યુ.એસ.ના ઇમ્યુનોલોજિસ્ટ જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જો

2019: કોશિકાઓ કેવી પ્રતિક્રિયા આપે છે અને અલગ અલગ ઓક્સિજનના સ્તરને કઈ રીતે અનુકૂળ થાય છે તેની સમજ સ્થાપિત કરવા માટે યુ.એસ.ના વિલિયમ કેલિન અને ગ્રેગ સેમેનઝા અને બ્રિટનના પીટર રેટક્લિફ

2020: હેપેટાઇટિસ સી વાયરસ અને એન્ટી વાયરલ દવા બાબતે શોધ બદલ અમેરિકાના હાર્વે ઓલ્ટર અને ચાર્લ્સ રાઇસ, બ્રિટનના માઇકલ હ્યુટન
First published:

Tags: Covid 19 pandemic, Nobel medicine prize, નોબલ પુરસ્કાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन