Home /News /national-international /આ વ્યક્તિને મળે છે કામ ન કરવાનો 1 કરોડ રૂપિયા પગાર! કંટાળીને બોસ સામે કોર્ટ કેસ કર્યો

આ વ્યક્તિને મળે છે કામ ન કરવાનો 1 કરોડ રૂપિયા પગાર! કંટાળીને બોસ સામે કોર્ટ કેસ કર્યો

ફાઇલ તસવીર

એક રેલવે કર્મચારીને એક સજા આપવામાં આવી હતી. જેમાં તેણે કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જેને કારણે તે કંટાળી ગયો હતો અને તેના બોસ સામે જ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

    આયર્લેન્ડના ડબલિનનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આઇરિશ રેલવેના એક કર્મચારીએ તેના બોસ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, નોકરીમાં તેમને ઓછું કામ આપવામાં આવે છે! તેમણે કહ્યુ હતુ કે, રેલવેની કામગીરી સાથે જોડાયેલી કેટલીક બાબતો પર સવાલ કરવાને કારણે તેમને આવી સજા આપવામાં આવી છે.

    આઇરિશ રેલ વિભાગના ફાઇનાન્સ મેનેજર ડર્મોટ એલિસ્ટર મિલ્સે કોર્ટમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘2014માં રેલ્વે ઓપરેટર સાથે સંકળાયેલા કેટલાક ખાતાની બાબતો અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ તેને સજા કરવામાં આવી રહી છે. સજા તરીકે તેનું ઓછું કરી નાંખવામાં આવ્યું છે.’

    આ પણ વાંચોઃ કૂકડાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો શખ્સ!

    ધ મિરરના અહેવાલ અનુસાર, એલિસ્ટર મિલ્સ કહે છે કે, ‘તે હવે મોટાભાગનો સમય અખબાર વાંચવામાં, ઘણું બઘુ ચાલવામાં અને સેન્ડવીચ ખાવામાં વીતાવે છે. જેના કારણે તેઓ નોકરીમાં કંટાળો અનુભવે છે. તેમનું વાર્ષિક પેકેજ 1 કરોડ રૂપિયાની આસપાસ છે. એટલે કે તેમને મહિને 8 લાખથી વધુ રૂપિયા મળે છે.’

    કામ ન મળવાને કારણે કંટાળી જાય છે


    તેમણે 'વર્કપ્લેસ રિલેશન્સ કમિશન' સામે આક્ષેપ કર્યો છે કે, તેને આઇરિશ રેલ વિરુદ્ધ બોલવા બદલ સજા આપવામાં આવી રહી છે. તેને એવી સજા આપવામાં આવી રહી છે, જેમાં તેનું બહુ ઓછું કામ છે. નોકરીના સમયે કામ ન મળવાને કારણે તેઓ કંટાળી જાય છે.

    આ પણ વાંચોઃ વિચિત્ર બીમારીથી પીડાય છે આ જોડિયા બહેનો, બંનેના નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા!

    ‘કામના મેલ આવતા નથી, કોઈ મેસેજ કરતું નથી’


    એલિસ્ટર કહે છે કે, હું મારી નોકરીના સ્થળે અલગ રહેવા લાગ્યો છું. મને અઠવાડિયામાં 2 દિવસ વીકઓફ મળે છે. જ્યારે હું ઑફિસમાં જાઉં છું ત્યારે કોઈ કામ સંબંધિત ઈમેલ આવતા નથી, કોઈ મને મેસેજ કરતું નથી. બધા સાથીદારો દૂર દૂર રહે છે. મિટિંગમાં પણ બોલાવતા નથી. એવું લાગે છે કે મને 'કંઈ ન કરવા' માટે લાખોનો પગાર આપવામાં આવી રહ્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bizzare, Bizzare Stories

    विज्ञापन
    विज्ञापन