18+ લોકોનું રજિસ્ટ્રેશન આજથી શરૂ, વેક્સીન સેન્ટર પર સીધું નહીં કરાવી શકો કોરોના રસીકરણ

ભારતમાં આજથી 18+ ઉંમરના તમામ લોકોના કોરોના વેક્સીનેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે

ભારતમાં આજથી 18+ ઉંમરના તમામ લોકોના કોરોના વેક્સીનેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે

 • Share this:
  મારિયા શકીલ, નવી દિલ્હી. ભારતમાં આજથી 18+ ઉંમરના તમામ લોકોના કોરોના વેક્સીનેશન (Covid-19 Vaccination) રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. પહેલી મેથી નવા નિયમોની સાથે 18 વર્ષની ઉંમરથી ઉપર તમામ લોકોનું (All Adults) વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવશે. હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App)ના માધ્યમથી પણ પૂરી કરી શકાશે. કોવિન એપ (Co-WIN App) અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોના વેક્સીનેશન કરાવી શકે છે. મૂળે આ પ્લેટફોર્મ લોકોને નજીકના (સરકારી અને પ્રાઇવેટ) કોવિડ વેક્સીન સેન્ટર પર જવાની અનુમતિ પ્રદાન કરે છે. તેના માધ્યમથી વેક્સીનેશનનો સ્લોટ બુક કરાવી શકાય છે. નાગરિકોની પાસે વેક્સીનેશન સ્લોટ બદલવા કે પછી તેને કેન્સલ કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

  CNN-News18 સાથે વાત કરતાં કોવિન એપના ચીફ આર.એસ. શર્માએ જણાવ્યું કે, કેવી રીતે આ પ્લેટફોર્મના માધ્યમથી કોઈ પરેશાની વગર રજિસ્ટ્રેશન અને વેક્સીનેશન કરાવી શકાય છે. એ યાદ રાખવાવાળી વાત છે કે પહેલી મેથી સીધા વેક્સીનેશન સેન્ટર પર જઈને વેક્સીનેશન નહીં કરાવી શકાય. શર્મા કહે છે કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેનાથી વેક્સીનેશન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પળાય અને એક સાથે વધુ સંખ્યામાં લોકો ન પહોંચે.

  આ પણ વાંચો, ...જ્યારે PPE કિટ પહેરીને એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર વરઘોડામાં કરવા લાગ્યો જોરદાર ડાન્સ, Viral Video

  આર.એસ. શર્માએ જણાવ્યું કે, સીધા વેક્સીનેશન સેન્ટર પર જઇને વેક્સીનેશનની છૂટ એ સેન્ટર પર આપવામાં આવશે જ્યાં ભીડ એકત્ર થવાની આશંકા નથી. મૂળે, અત્યાર સુધી એ લોકોને સીધા વેક્સીનેશન સેન્ટર પર જઈને વેક્સીનેશનની મંજૂરી આપવામાં આવી રહી હતી જેઓ કોઈ કારણથી રજિસ્ટ્રેશન કરાવવામાં અસમર્થ છે.

  60થી 70 લાખ લોકોના દરરોજ રજિસ્ટ્રેશનની આશા

  શર્માનું કહેવું છે કે લગભગ 60થી 70 લાખ લોકો દરરોજ રજિસ્ટ્રેશન કરાવશે એવી આશા રાખવામાં આવી રહી છે. તેઓ જણાવે છે કે, છેલ્લી વાર આ સંખ્યા લગભગ 50 લાખ હતી. પરંતુ હવે આશા રાખી રહ્યા છે કે સંખ્યા વધશે કારણ કે હવે તમામ વયસ્ક લોકોને વેકસીનેશનની છુટ આપવામાં આવી છે. તેઓ એવું પણ કહે છે કે આવી સ્થિતિમાં એપને મેનેજ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

  આ પણ વાંચો, કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા  પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓના વેક્સીનેશન કરાવવા પર શર્મા કહે છે કે તેમને આ વિશે સાર્વજનિક રીતે જણાવવાની જરુર નથી. કંપનીઓએ અમને તેમના વેક્સીનેશન કેમ્પ વિશે જાણકારી આપવી પડશે જેનાથી અમે તેમને વેક્સીનેશન સર્ટિફિકેટ આપી શકીએ.
  Published by:Mrunal Bhojak
  First published: