આપે પેન્ટ પહેર્યુ ન હોય અને કોઈ આપને ટ્રેનમાં મુસાફરી કરતા જોઈ જાય તો કેવું લાગે. પણ લંડનમાં રવિવારે અહીં એક અજીબોગરીબ ઘટના થઈ હતી. પેન્ટ પહેર્યા વગર જ છોકરા-છોકરીઓ ટ્રેનમાં ચડી ગયા હતા. પોઝ મારીને ફોટો પડાવવા લાગ્યા હતા. ફક્ત લંડનમાં જ નહીં દુનિયાના 60 દેશોમાં આવું જોવા મળ્યું છે. હકીકતમાં ઈંપ્રુવ એવરીવ્હેયર સંસ્થાએ નો પેન્ટ્સ રાઈડ મનાવી છે. તો આવો જાણીએ તેની પાછળનું શું છે કારણ...
બાકીના કપડા પહેર્યા પણ ટ્રાઉજર નહીં
સોશિયલ મીડિયા પર જાહેર થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પેન્ટ પહેર્યા વિના સબવે અને ટ્યૂબમાં સવાર થતાં જોઈ શકાય છે. આ લોકો બાકી કપડા અને બૂટ-ચપ્પલ દરરોજની માફક પહેર્યા છે, પણ ટ્રાઉઝર નથી પહેર્યા. તસ્વીરોમાં લોકોને લાપરવાહીથી મેટ્રો ટ્રેનમાં સવારી કતા અને ધીમે ધીમે પોતાના પેન્ટ ઉતારતા જોઈ શકાય છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, તેમાં ભાગ લેનારા લોકોને એવું જાહેર કરવાનું હોય છે કે, જાણે તે પોતાનું ટ્રાઉઝર ઘરે ભૂલીને આવ્યો છે. સોશિયલ મીડિયા પર નો ટ્રાઉઝર્સ ડે (No Trousers Tube Ride) તસ્વીરોથી છલકાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, જર્મની સહિત 60 દેશોમાં તેને સેલિબ્રેટ કર્યો છે.
Oggi a Londra era il No Trousers Tube Ride, la bizzarra iniziativa di viaggiare in metropolitana in mutande. pic.twitter.com/lj90A3Yeav
તસ્વીર અને વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છેકે, આજે બર્લિનના દિવસો યાદ આવી ગયા, જ્યારે મેં પહેલી વાર આવું કંઈક જોયું હતું. કડકડતી ઠંડીમાં લોકોના ટોળા ફક્ત અંડરવિયર પહેરીને ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એક યુઝર્સે લખ્યું છે કે, મને ખબર છે કે, કોરોનાના ટાઈમમાં લોકો હાફપેન્ટ અને અંડરવિયર પહેરીને જૂમ કોલ્સ અટેંડ કર્યા પણ મને નહોતી ખબર કે, ન્યૂ નોર્મલમાં આવું કંઈક થશે. એક યુઝર્સે લખ્યું છેકે મને આજે ખબર પડી કે, નો ટ્રાઉઝર્સ ડે જેવું કંઈ હોય છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર