Home /News /national-international /

શાહનો કાર્યકર્તાઓને સંદેશ - 2014માં બધાને હરાવ્યા હતા, મહાગઠબંધનથી કોઈ ખતરો નથી

શાહનો કાર્યકર્તાઓને સંદેશ - 2014માં બધાને હરાવ્યા હતા, મહાગઠબંધનથી કોઈ ખતરો નથી

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શનિવારે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં શરૂ થઈ. પહેલા દિવસે 2019 લોકસભા ચૂંટણીની રણનીતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ.

  નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શનિવારે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં શરૂ થઈ. પહેલા દિવસે 2019 લોકસભા ચૂંટણીની રણનીતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે, ભાજપાને આગામી લોકસભાની ચૂંટણીઓમાં 2014થી પણ વધારે ચૂંટણીઓ વધારે મળશે. તેમને બેઠકમાં અજેય ભાજપાનો નારો આપ્યો. શાહે કહ્યું, મહાગઠબંધન એક ફ્રોડ, ભ્રમ અને જૂઠ છે. આમાં સામેલ પાર્ટીઓ 2014માં ભાજપ સામે હારી ચૂકી છે. ગઠબંધન બેઅસર સાબિત થશે.

  રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અનુસાર, અમિત શાહે કહ્યું, અવિશ્વાસ પ્રસ્તાવ બે સ્થિતિઓમાં લાવવામાં આવે છે. સરકાર બહુમત ગુમાવી દે અથવા સરકાર જનતા માટે ચિંતાનો વિષય બની જાય. અહી એવી કોઈ સ્થિતિ નહતી છતાં સરકાર આને લઈને આવ્યો. આ તેમની હાનિકારક રાજનીતિ દર્શાવે છે. રોહિંગ્યા અને એનઆરસીના મુદ્દાઓ પર તેમને કહ્યું, જો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના હિન્દુ, સિખ, બૌદ્ધ અને ઈસાઈ અથવા જૈન શર્ણાર્થી બનવા માટે સંપર્ક કરશે તો તેમને પણ દરજ્જો આપવામાં કોઈ જ વાંધો આવશે નહી.

  ભાજપાનો અધ્યક્ષ કાર્યકાળ વધ્યો: બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં એ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી વર્તમાન અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં લડવામાં આવે. News18ને સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ સંબંધે કાર્યકારિણીમાં પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. એનો મતલબ એ છે કે અમિત શાહનો કાર્યકાળ વધશે. અમિત શાહનો કાર્યકાળ 2019ના જાન્યુઆરીમાં ખતમ થઈ રહ્યો છે. જોકે લોકસભાની ચુંટણી હોવાથી અધ્યક્ષની ચૂંટણી એક વર્ષ પછી કરાવવામાં આવે તેવી સંભાવના છે.

  રાષ્ટ્રીય કાર્યકારિણીમાં અમિત શાહે કહ્યું હતું કે આપણે ચૂંટણીની દ્રષ્ટીએ સંગઠનને તૈયાર કરવાનું છે. કેટલીક રાજનીતિ પાર્ટીઓ ભ્રમ ફેલાવી રહી છે પણ આપણે ફરી સત્તામાં પાછા આવીશું. બીજેપી પોતાના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે વ્યક્તિઓ પાસે મોકલશે અને તેમનો એક ડેટા બેસ તૈયાર કરાશે.

  SC/STના મુદ્દા ઉપર શાહે કહ્યું હતું કે બીજી જાતિઓમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેની કોઈ અસર ચુંટણી ઉપર પડશે નહીં. બીજેપીએ આગામી વર્ષે યોજાનાર લોકસભામાં બધાને સાથે રાખતા 2014થી પણ વધારે બહુમતથી સરકાર સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો છે.

  સુત્રોએ જણાવ્ચું હતું કે બીજેપી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકમાં સંકલ્પ લેવામાં આવ્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષોની બેઠકમાં ‘અજેય બીજેપી’ના નારો અંગીકાર કરવામાં આવ્યો હતો.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Amit shah, Mahagathbandhan, ભાજપ

  આગામી સમાચાર