સાવધાન! ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની વાયરલ તસવીર Fake છે

News18 Gujarati
Updated: September 9, 2019, 4:20 PM IST
સાવધાન! ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની વાયરલ તસવીર Fake છે
આ તમામ તસવીરો નકલી છે. સ્પેસ જર્નાલિસ્ટ જોનથશે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

વાયરલ તસવીરને રિવર્સ ગૂગલ સર્ચ કરતાં જાણી શકાય છે કે તે એપોલો 16 લેન્ડિંગ સાઇટની છે

  • Share this:
ચંદ્રયાન-2 (Chandrayaan 2)ના લેન્ડર વિક્રમ (Lander Vikram) ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું ત્યારે તેનો સંપર્ક ઇસરો (ISRO)ના કન્ટ્રોલ રૂમ સાથે તૂટી ગયો હતો. પરંતુ રવિવારે ઇસરોના અધ્યક્ષ કે. સિવન (K. Sivan)એ જણાવ્યું કે, ઓર્બિટરની મદદથી ચંદ્રની સપાટી પર વિક્રમ મોડ્યૂલનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું છે. તેઓેએ જણાવ્યું કે આ એક હાર્ડ-લેન્ડિંગ રહી હશે, જ્યારે યોજના સોફ્ટ-લેન્ડિંગ કરાવવાની હતી.

ચંદ્રયાન-2ના ઓર્બિટરના ઓન-બોર્ડ કેમેરાથી કેપ્ચર કરવામાં આવેલી તસવીરોથી લેન્ડરના લોકેશન વિશે ભાળ મેળવી શકાઈ. ઓર્બિટર પોતાની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. જોકે, ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેન્ડર વિક્રમનું લોકેશન શોધ્યા બાદ ભારતીયોમાં આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. લોકોએ આશા વ્યક્ત કરી કે લેન્ડર વિક્રમથી સંપર્ક ફરીથી સ્થાપિત થઈ શકે છે. પરંતુ, લેન્ડર વિક્રમના લોકેશન મળવાની ખુશીમાં અનેક લોકો અતિઉત્સાહમાં આવી ગયા અને 'વિક્રમ લેન્ડર સ્પોટેડ' (#VikramLanderSpotted) હેશટેગ સાથે નાસા (NASA)ની જૂની તસવીરો શેર કરવા લાગ્યા. તેઓ આ તસવીરો ઇસરોના અધ્યક્ષે જાહેર કરી હોય તેવો દાવો કરી રહ્યા છે. ટ્વિટર પર આવી અનેક તસવીરો જોત-જોતામાં ટ્રેન્ડ પણ થવા લાગી.
આ પણ વાંચો, Chandrayan-2: ચંદ્ર પર સલામત છે લેન્ડર વિક્રમ, સંપર્ક કરવાના પ્રયાસો ચાલુઆ પણ વાંચો, Mission Moon: લેન્ડર વિક્રમનો આ કારણે ISRO સાથે સંપર્ક તૂટ્યો?આ તમામ તસવીરો ફેક (Fake) છે. સ્પેસ જર્નાલિસ્ટ જોનથશે ટ્વિટ કીર આ વાતની પુષ્ટિ કરી છે.આ તસવીરોને રિવર્સ ગૂગલ સર્ચ કરતાં જાણી શકાય છે કે તે એપોલો 16 લેન્ડિંગ સાઇટની તસવીર છે. ઇસરોના એક સીનિયર વૈજ્ઞાનિકે મીડિયાને જણાવ્યું કે આ તસવીરો ફેક હોઈ શકે છે. ઓર્બિટર દ્વારા મોકલવામાં આવેલી થર્મલ તસવીરો ત્રણ દિવસ બાદ જ મળવી શક્ય છે, કારણ કે ઓર્બિટરને એક જ પોઈન્ટ પર આવવામાં ત્રણ દિવસ લાગે છે.

આ પણ વાંચો, સમય પસાર થવાની સાથે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવો મુશ્કેલ થશે, વૈજ્ઞાનિકોમાં ચિંતા
First published: September 9, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading