બિશ્કેક SCO સમિટ : PM મોદીએ ઇમરાન ખાન તરફ જોયું પણ નહીં

News18 Gujarati
Updated: June 14, 2019, 8:04 AM IST
બિશ્કેક SCO સમિટ : PM મોદીએ ઇમરાન ખાન તરફ જોયું પણ નહીં
પીએમ મોદી, ઇમરાન ખાન (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ અહીં હાજર તમામ રાષ્ટ્રના વડાઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ ઇમરાન ખાનને મળ્યાં ન હતા.

  • Share this:
વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન બે દિવસની શાંઘાઈ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organisation)ની બેઠક માટે બિશ્કેકમાં છે. પરંતુ બંને વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. બંને વચ્ચે કોઈ ઔપચારિક અભિવાદન પણ થયું ન હતું. સમિટ માટે નીકળતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાને ખાને કહ્યુ હતુ કે કદાચ ભારત સાથેના પાકિસ્તાનના સંબંધનો સૌથી ખરાબ દૌર ચાલી રહ્યો છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદી કાશ્મીર સહિતના મુદ્દે વિવાદને ઉકેલવા માટે તેમને મળેલા "પ્રચંડ જનાદેશ"નો ઉપયોગ કરશે.

ઇમરાન ખાને SEOમાં સંબંધ સુધરવાની આશા કરી હતી વ્યક્ત

બિશ્કેક માટે રવાના થયા પહેલા રશિયાની સમાચાર એજન્સી સ્પુતનિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કહ્યુ હતુ કે, એસઈઓ સમિટમાં બંને દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે તેમને ભારતના નેતૃત્વ સાથે વાતચીત કરવાનો મોકો મળશે. ખાને કહ્યુ કે એસસીઓ સમિટે પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધ સુધારવા માટે સારું મંચ પૂરું પાડ્યું છે.

બે વખત વાતચીત માટે અરજ કરી ચુક્યા છે ઇમરાન ખાન

નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યુ હતુ કે એસસીઓ સંમેલન ઉપરાંત મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ વચ્ચે કોઈ જ દ્વિપક્ષિય વાતચીતની યોજના નથી. જ્યારે ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને બે વખત પત્ર લખીને તેમને તમામ મુદ્દે વાતચીત ફરી શરૂ કરવાની વિનંતી કરી છે. પરંતુ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. આતંક સાથે વાતચીતની કોઈ જ શક્યતા હોવાનો ભારતે ઇન્કાર કરી દીધો છે.

પીએમ મોદીએ પાછું વળીને ન જોયુંપાકિસ્તાની સૂત્રો પાસેથી મળેલા સમાચાર પ્રમાણે એક ચેનલે જણાવ્યું કે એસસીઓ સંમેલનમાં પીએમ મોદી અને ઇમરાન ખાન વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. પીએમ મોદીએ અહીં હાજર તમામ રાષ્ટ્રના વડાઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ ઇમરાન ખાનને મળ્યાં ન હતા. બંને નેતાઓ એક જ સમયે હોલમાં આવ્યા હતા. પીએમ મોદી ઇમરાન ખાનની આગળ ચાલી રહ્યા હતા. પરંતુ બંને વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. બંનેએ નજર પણ મિલાવી ન હતી, ન તો કોઈ વાતચીત થઈ હતી. હોલમાં પીએમ મોદી ઇમરાન ખાનથી ફક્ત ત્રણ ફૂટ દૂર બેઠા હતા. ગાલા કલ્ચરલ નાઇટ પ્રોગ્રામમાં પણ બંને નેતાઓ નજીક બેઠા હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading