આસામના જોરહાટમાં એરબેસથી ઉડાન ભર્યા બાદ ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના વિમાન એન-32માં સવાર તમામ 13 લોકોનાં મોત થયા છે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી હતી. વાયુસેનાએ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જણાવ્યું કે ગુરુવારે તપાસ ટીમ કાટમાળ સુધી પહોંચી છે. ત્યાં 13 લોકોનાં મૃતદેહના કોઈ પુરાવા મળ્યાં નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે AN-32 ક્રેશમાં તમામ 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે. વાયુસેનાએ તમામ 13 લોકોનાં પરિવારને આ અંગેની જાણકારી આપી દીધી છે.
ત્રીજી જૂનના રોજ ભારતીય વાયુસેનાનું વિમાન એએન-32 એરક્રાફ્ટ આસામના જોરહાટથી ઉડાન ભર્યાના 35 મિનિટમાં ગુમ થઈ ગયું હતું. આ એરક્રાફ્ટમાં 13 લોકો સવાર હતા, જેમાં 8 ક્રૂ મેમ્બર્સ હતા. આ એરક્રાફ્ટ અરુણાચલ પ્રદેશના મેચુકામાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ સુધી જઈ રહ્યું હતું. મેચુકા ચીન સાથે જોડાયેલા અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાનું નાનું શહેર છે.
Following air-warriors lost their life in the tragic #An32 crash - W/C GM Charles, S/L H Vinod, F/L R Thapa, F/L A Tanwar, F/L S Mohanty, F/L MK Garg, WO KK Mishra, Sgt Anoop Kumar, Cpl Sherin, LAC SK Singh, LAC Pankaj, NC(E) Putali & NC(E) Rajesh Kumar.
અરુણાચલ પ્રદેશ સરકાર તરફથી AN-32નો કાટમાળ મળ્યો છે તે વિસ્તારનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. કાટમાળ 12 હજાર ફૂટ નીચે પડ્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નકશામાં AN-32 વિમાનની ક્રેશ સાઇટને સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતીય વાયુ સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે લાપતા વિમાનના બાકીના કાટમાળને શોધવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. AN-32 વિમાનના કાટમાળને શોધવા માટે MI17S જેવા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને કામે લગાવવામાં આવ્યા હતા.
સર્ચ ઓપરેશનમાં કામ લાગ્યા હતા ગરુડ કમાન્ડો
AN-32ના બાકીના કાટમાળને શોધવા માટે વાયુસેનાએ બુધવારે સવારે પોતાના ગરુડ કમાન્ડો અને વાયુસેનાના સૈનિકોને કાટમાળની જગ્યાએ ઉતારીને તપાસ અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે, વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે કાટમાળ દેખાયા બાદ વાયુસેનાએ ઘટનાસ્થળે ચીતા અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જંગલ ગાઢ હોવાને કારણે હેલિકોપ્ટર ઉતારી શકાયું ન હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર