જમ્મુ-કાશ્મીરમાં અટકાયત કરાયેલા લોકોને રાખવા જગ્યા પડી રહી છે ઓછી

News18 Gujarati
Updated: August 16, 2019, 10:03 PM IST
જમ્મુ-કાશ્મીરમાં અટકાયત કરાયેલા લોકોને રાખવા જગ્યા પડી રહી છે ઓછી
જમ્મુ કાશ્મીર

આ પડકારને પહોંચીવળવા માટે પ્રસાશન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝ હાયર કરી રહી છે, જેથી લોકોને ત્યાં રાખી શકાય. તંત્રએ કેટલીક હોટલો પણ ભાડા પર લીધી

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સુરક્ષાની દ્રષ્ટીએ હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હવે સુરક્ષાદળો પાસે અટકાયતમાં લીધેલા લોકોને રાખવા માટે જગ્યા જ નથી બચી. આ પડકારને પહોંચીવળવા માટે પ્રસાશન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝ હાયર કરી રહી છે, જેથી લોકોને ત્યાં રાખી શકાય. તંત્રએ કેટલીક હોટલો પણ ભાડા પર લીધી છે.

રિપોર્ટ્સ અનુસાર, અટકાયત કરવામાં આવેલા લગભગ 560 લોકોને શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, બારામૂલા અને ગૂરેજના અસ્થાયી કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવા પૂર્વ મુખ્યમંત્રીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, પોલીસે જમીન સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તાઓ અને પૂર્વમાં પથ્થરબાજીની ઘટનામાં સામેલ રહેલા કેટલાએ લોકોની અટકાયત કરી છે.

પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ થઈ રહી છે ધરપકડ

જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મુનીર ખાને કહ્યું હતું કે, આ પહેલા અમે કહ્યું હતું કે, કેટલાક લોકોને પબ્લીક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેનાથી ઘાટીમાં શંકાસ્પદોને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવે છે. એક પ્રેસ બ્રીફિંગમાં ખાને કહ્યું કે, કેટલાક પીએસએ કેસ નોંધવામાં આવ્યા છે. અમે નથી ઈચ્છતા કે કોઈનુ લોહી વહે, કે કોઈનો જીવ જાય.

જોકે, અત્યાર સુધી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવેલા અટકાયત લોકોની સંખ્યા વિશે નથી જણાવવામાં આવ્યું. પરંતુ, સૂત્રોનું કહેવું છે કે, આ સંખ્યા ઘણી વધારે છે. આજ કારણથી પ્રાયવેટ પ્રોપર્ટી હાયર કરવાની જરૂરત પડી રહી છે. અધિકારીઓનુ કહેવું છે કે, આવુ એટલા માટે કરવામાં આવ્યું કેમ કે, કોઈ પણ લોકોને ભડકાવી ન શકે અને રસ્તા પર કલમ 370 હટાવવાને લઈ વિરોધ પ્રદર્શન ન થાય.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading