બકરી ઇદે માત્ર સરકારી કતલખાનામાં જ કુરબાની આપવાનો આદેશ

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

બેંચે છૂટ આપી છે કે બીએમસી પાસેથી મંજુરી લઇને હાઉસિંગ સોસાયટીમાં કુરબાની આપી શકાશે. પરંતુ કોર્ટે સાથે જ કેટલીક શરતો પણ રાખી.

 • Share this:
  બકરી ઇદ પર કુરબાનીને લઇને બોમ્બે હાઇકોર્ટ પોતાના ચૂકાદા પર કાયમ છે. કોર્ટે કહ્યું કે બકરી ઇદ (Eid al-adha) પર બકરા અથવા ઘેટાની કુરબાની માત્ર સરકારી કતલખાનામાં થશે. કોઇપણ પ્રકારની પ્રાઇવેટ જગ્યાએ કુરબાની નહીં આપી શકાશે. કોર્ટના આદેશ પ્રમાણે કોઇપણ પોતાના ફ્લેટ અથવા ઘરની અંદર કુરબાની નહીં કરી શકે. જસ્ટિસ સત્યરંજ ધર્માધિકારી અને જસ્ટિસ ગૌતમ પટેલની બેંચે બીએમસીને આ આદેશનું પાલન કરવાનો આદવાનો આદેશ આપ્યો છે.

  કોર્ટે આપી આવી છૂટ

  જો કે બેંચે છૂટ આપી છે કે બીએમસી પાસેથી મંજુરી લઇને હાઉસિંગ સોસાયટીમાં કુરબાની આપી શકાશે. પરંતુ કોર્ટે સાથે જ કેટલીક શરતો પણ રાખી, જેમાં જણાવાયું કે જો કોઇ હાઉસિંગ સોસાયટીના એક કિમીના વિસ્તારમાં સ્લોટર હાઉસ છે તો ત્યાં કુરબાનીની મંજુરી અપાશે નહીં.

  અહીં ક્લિક કરી વાંચોઃ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ આગામી 6 મહિનાઓમાં શું થશે?

  આવું છે કારણ

  કોર્ટે કહ્યું કે પબ્લિક સેફ્ટી, સાફ-સફાઇને ધ્યાને રાખી પ્રાઇવેટ જગ્યા પર કુરબાનીની છૂટ નહીં અપાય, મુંબઇ એક એવું શહેર છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને સામાન્ય રીતે રહેણાંક ઘર નાના છે. અમને નથી લાગતું કે સાફસફાઇની વ્યવસ્થા યોગ્ય રીતે રાખી શકાશે.
  Published by:Sanjay Vaghela
  First published: